ગુજરાતમાં દંડની કમાણીનો મેળો યોજાશે

ગુજરાતમાં દંડની કમાણીનો મેળો યોજાશે
Spread the love
  • તહેવારોમાં માસ્ક વગરનાને હવે એક હજારનો દંડ થશે

ગાંધીનગર : ગુજરાતમાં તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી દીધો છે. માસ્ક વગર જાહેરમાં ફરતા લોકોને પાસેથી માસ્ક પહેર્યા વગર જ દંડ વસૂલતા પોલીસ કર્મીઓની ઘટનાઓ બહાર આવી ચૂકી છે ત્યારે માસ્ક એ સંક્રમણ અટકાવવાની સાથો સાથે સરકારની કમાણીનું એક નવું સાધન બની રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માસ્ક વગરના લોકો પાસેથી વસૂલાતી દંડની રકમ રૂ. ૫૦૦થી વધારીને રૂ. એક હજાર કરી છે. તહેવારોમાં જો હવે માસ્ક વગરના લોકો પાસેથી એક હજારનો દંડ વસૂલવામાં આવશે.

તાજેતરમાં જ ગુજરાત હાઇ કોર્ટમાં કોરોનાના કેર બાદ થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇ કોર્ટે સરકારને કેટલાક મહત્ત્વના નિર્દેશો કર્યા હતા. જેમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલવાની હાઈ કોર્ટે સરકારને ટકોર કરી હતી. આ ટકોરને આગળ ધરીને માસ્ક વગરના લોકો પાસેથી હવે રૂ.૫૦૦ ને બદલે એક હજાર વસૂલવાનું નક્કી કર્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે રાજ્યની હાઈ કોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં કાલથી અમલ કરવામાં આવશે. રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલે કે ૧૧ ઑગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને ૧ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

1483599893-1365.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!