“બુલાતી હૈ મગર જાને કા નૈં” ફૈમ શાયર રાહત ઈંદોરી કોરોના પોઝિટિવ
રિપોર્ટ: યોગેશ પટેલ .અરવલ્લી મશહૂર શાયર રાહત ઈંદોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈંદોરીના દીકરા સતલજે આ અંગેની જાણકારી આપી હતી અને બાદમાં રાહત ઈંદોરીએ પોતે પણ ટ્વિટ કરીને પોતાને કોરોના થયો હોવાનું જાહેર કર્યું હતું. સતલજ ઈંદોરીએ જણાવ્યું કે, રાહત ઈંદોરીને ઈંદોરની ઓરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ છે. સાથે જ તેમણે હાલ જોખમની કોઈ વાત નથી અને રાહત ઈંદોરી સ્વસ્થ છે તેમ પણ કહ્યું હતું.
રાહત ઈંદોરીએ પોતે પણ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવેલો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ઓરબિંદો હોસ્પિટલમાં દાખલ થયેલો છું અને દુઆ કરો કે બને તેટલું ઝડપથી આ બીમારીને હરાવી દઉં. વધુ એક વિનંતી છે, મને કે ઘરના લોકોને ફોન ન કરશો, મારી ખબર તમને ટ્વિટર અને ફેસબુક દ્વારા મળતી રહેશે.’