વોન્ટેડ આરોપીને ઝડપતી એસઓજી પોલીસ
અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસમાં પ્રોહી. ના ગુનામાં સંડોવાયેલ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને અરવલ્લી એસ ઓ જી પોલીસે પોલીસે ઝડપી લઈ જેલભેગો કરેલ છે. વધુ માહિતી મુજબ અરવલ્લી એસઓજી પીઆઈ જે. પી. ભરવાડ અને તેમની ટીમ જીલ્લાના જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ પેટ્રોલિંગમાં હતા ત્યારે મોડાસા રૂરલ પોલીસનો ભાગેડુ આરોપી નારણભાઈ ગોવિંદભાઈ નીનામા મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં આવવાનો છે તેવી ખાનગી માહિતીના આધારે વાૅચ ગોઠવીને બેઠા હતા ત્યારે આવેલ શખ્સને તેનું નામ પુછતાં નારણભાઈ ગોવિંદભાઈ નીનામા ઉં. વ. ૩૦. રહે ગલીસીમરી, તા. ભિલોડા હોવાનું જણાવતાં આ ઈસમની અટકાયત કરી મોડાસા રૂરલ પોલીસને સોંપ્યો હતો.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)