અરવલ્લીની 25 ગામોની બહેનો બાળપોષણ દિનના વેબીનારમાં જોડાઇ

અરવલ્લીની 25 ગામોની બહેનો બાળપોષણ દિનના વેબીનારમાં જોડાઇ
Spread the love

સમગ્ર રાજયમાં મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સોમવારના રોજ બાળપોષણ દિન ઉજવાયો હતો. જેમાં અરવલ્લીના ૨૫ ગામોની બહેનો જોડાઇ હતી. વેબીનારના માધ્યમથી યોજાયેલ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ મહિલાલક્ષી રાજ્ય સરકારની યોજનાઓ વિશે સમજ આપી આપી હતી. તેમણે અભયમ 181મહિલા હેલ્પલાઇન ની રેસ્ક્યુ સર્વિસ ને બિરદાવતા જણાવેલ કે 24*7કાર્ય કરતા કાઉંસેલર મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને ત્વરિત મદદ, માર્ગદર્શન અને સહાય પહોંચાડે છે રાજ્ય સરકારશ્રી એ પણ મહિલાલક્ષી કાર્યક્રમો ને અગ્રીમતા આપી છે અને જરૂરિયતમંદ મહિલાઓ, યુવતીઓએ પોતાના શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગારી માટે લાભ લઈ આત્મ નિર્ભર બન્યા છે.

આ ઉપરાંત એથ્લેટીક્સ સરિતા ગાયકવાડે વેબિનારના માધ્યમથી અભયમ ટીમ ને માર્ગદર્શન આપતાં જણાવેલ કે મનોબળ મક્કમ હોય, મહેનત અને લગન હોય અને ધ્યેય નક્કી કરવામાં આવે તો કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકે છે તેઓ એ શરૂઆત ના પરિશ્રમથી સ્ટ્રગલ કરી અને એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો ત્યાં સુધી ની રૂપરેખા આપી સૌ ને પ્રોત્સહિત કર્યા હતા તેમણે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ઘ્વારા 24*7 પીડિત મહિલાઓ ને મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવી રહેલ કામગીરીને બિરદાવી હતી. વેબીનારમાં હેલ્પલાઇનના કાઉન્સિલર તેમજ ગ્રામ્ય વિસ્તારના બહેનો દ્વારા પ્રશ્નોત્તરી કરી ઇન્ટરેકટિવ સેશનમાં જોડાઇ હતી.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

WhatsApp-Image-2020-08-11-at-16.46.58.jpeg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!