વૉશિંગ્ટન ડીસીમાં ઈમરજન્સી લાગુ

વૉશિંગ્ટન ડીસીમાં ઈમરજન્સી લાગુ
Spread the love

નવી દિલ્હી વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકાની કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ રાજધાની વૉશંગ્ટન ડીસીમાં ઈમરજન્સી કાળ લાગુ કરી દેવામાં આવ્યો છે. વૉશિંગ્ટન ડીસીના મેયર મ્યુરિલ બાઉઝરે જણાવ્યુ છે કે તેમણે એક આદેશ જાહેર કરીને રાજધાનીમાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. આ ઈમરજન્સી 15 દિવસ માટે લાગુ કરવામાં આવી છે. અમેરિકાની રાજધાની સ્થિત કેપિટલ બિલ્ડિંગમાં એ વખતે હિંસા ભડકી ઉઠી હતી જ્યારે 3 નવેમ્બરે થયેલ ચૂંટણી પરિણામો પર મહોર લગાવવા માટે ઈલેક્ટોરલ કૉલેજની ગણતરી થઈ રહી હતી. પરિણામોને બદલવાની માંગ કરી રહેલ ટ્રમ્પ સમર્થક ઉગ્ર થઈ ગયા અને કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા. આમાંથી અમુક હથિયારોથી લેસ હતા. હિંસક પ્રદર્શનકારીઓને રોકવામાં કેપિટલ પોલિસ નિષ્ફળ રહી હતી.

ત્યારબાદ નેશનલ સિક્યોરિટી ગાર્ડને સ્થિતિ સંભાળવા માટે બોલાવવા પડ્યા હતા.ટ્રમ્પના ટેકેદારોએ કરેલી હિંસામાં ચારનાં મોત, 52ની ધરપકડનરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ પરિસ્થિતિ અંગે ખેદ વ્યક્ત કર્યો છે. વોશિંગ્ટન ડીસીમાં લૉકડાઉન જાહેર કરી દેવાયું છે અને સંજોગો તંગ બન્યા છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદના બિલ્ડિંગ ઘૂસ્યા અને ભારે ધમાલ મચાવી છેરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદના બિલ્ડિંગમાં ઘૂસ્યા અને ભારે ધમાલ મચાવી છેઈલેક્ટોરલ કોલેજના મતની ગણતરી અને બાઈડનની જીત જાહેર કરવા માટે સંસદનાં બંને ગૃહો, એટલે કે સેનેટ અને બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી. હિંસા થઈ.

આ દરમિયાન ગોળીબાર પણ થયો અને તાજી માહિતી અનુસાર જે મહિલાને ગોળી વાગી હતી તે સારવાર દરમિયાન મોત પામી છે. આ સંજોગોમાં વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કર્યું છે. ધરણાં કરી રહેલુ ટોળું હિંસક બનતા તેને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડ્સે ઝડપી પગલાં લેવા પડ્યાં. બ્રિટિશ અખબાર ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર કેપિટલ બિલ્ડિંગમાં દેખાવો દરમિયાન એક મહિલાને ગોળી વાગી હતી, જેનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ દરમિયાન તાજી અપડેટ અનુસાર આ હિંસામાં ચાર જણનાં મોત થયા છે અને પોલીસે અત્યાર સુધીમાં 52 જણને અટકમાં લીધા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી અહીં સંસદનાં બંને ગૃહો જો બાઈડનની જીત જાહેર કરવા માટે કામ કરી રહ્યા હતા અને ગણતરી ચાલી રહી હતી તે દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદના બિલ્ડિંગમાં ઘૂસ્યા અને ભારે ધમાલ મચાવી છે. આ તોફાની માહોલમાં ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

જો કે આ અરાજકતા વચ્ચે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું-અમે ડર્યા વિના પોતાનું કામ ચાલુ રાખીશું. જોકે એ સ્પષ્ટ નથી કે હવે બાઈડનની જીતની ઔપચારિક ઘોષણા ક્યારે કરવામાં આવશે. આ અફરાતફરી વચ્ચે સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા. તેઓ ફરી ગૃહમાં પહોંચ્યા. સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. અમેરિકાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો છે.વોશિંગ્ટનમાં હિંસા વચ્ચે ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિડિયો સાઈટ પરથી હટાવી લીધો છે. આ વિડિયોમાં ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધિત કરતા દેખાય છે. ફેસબુકના વાઈસ-પ્રેસિડન્ટે કહ્યું હતું કે આવું કરવાથી હિંસા ઘટાડવામાં મદદ મળશે. જ્યારે, ટ્વિટરે પણ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.

000_8YB49T_d.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!