મેઘનાદ (ઇન્દ્રજીત) ના વધ પછી શ્રીરામનો ઉત્તમ કાયદાકીય વ્યવહાર

મેઘનાદ (ઇન્દ્રજીત) ના વધ પછી શ્રીરામનો ઉત્તમ કાયદાકીય વ્યવહાર
Spread the love

રામાયણમાં શ્રીરામના વાણી, વર્તન અને વ્યવહાર જોતા તેઓ મર્યાદા પુરુષોત્તમની સાથોસાથ કાયદાના શ્રેષ્ઠ જ્ઞાતા હોવાનું પણ સિદ્ધ થાય છે. તેથી જ રામરાજ્યમાં પ્રજા સુખી હોવાનું કહેવાય છે.

મેઘનાદના પરાક્રમો

રામાયણના સર્વે પાત્રોમાં મેઘનાદને પહેલી હરોળના શ્રેષ્ઠ યોધ્ધામાં મૂકી શકાય. રાવણના પુત્ર મેઘનાદને ઇન્દ્રજીત પણ કહે છે કારણકે તેણે દેવોના રાજા ઇન્દ્રને યુદ્ધમાં હરાવ્યો હતો. રામ-રાવણના યુધ્ધમાં પણ તે શ્રીરામની સેના પર ઘણો હાવી થઈ ગયો હતો. તે બધી વિદ્યાઓનો જાણકાર હતો. તેથી તેને હરાવવો મુશ્કિલ હતો. એક તબક્કે તો તેણે શ્રીરામ અને લક્ષ્મણને તેના બાણથી મૂર્છિત કરી દીધા હતાં.

એ વખતે બજરંગબલી હનુમાનજી છેક હિમાલયથી રાતોરાત સંજીવની લઈ પાછા આવી ગયેલા એટલે વિઘ્ન ટળી ગયું હતું. મેઘનાદે સીતાજીનું નકલી સ્વરૂપ બનાવીને રણમેદાનમાં તેમનો વધ કરી નાખ્યો હતો જેથી શ્રીરામ શોકમગ્ન અને નિરાશ થઈ ગયેલા. આવા સમયે વિભીષણે સમજાવેલું કે તે બનાવટી-માયાવી સીતા હતા અને સાચા સીતા હેમખેમ જીવે છે. એ સિવાય પણ એણે શ્રીરામની સેનાને ઘણું નુકસાન પહોચાડ્યું હતું.

મેઘનાદનો વધ

લક્ષ્મણે ઘમાસાણ યુદ્ધમાં મેઘનાદનો વધ કર્યો હતો. મૃત્યુ બાદ તેનું શબ શ્રીરામની છાવણીમાં હતું. તે વખતે શ્રીરામના કેટલાક સલાહકારોનો એ મત હતો કે આ મેઘનાદે આપણને ઘણું પજવ્યું હતું. તેથી તેની લાશ સાથે એવો દુર્વ્યવહાર કરવામાં આવે કે જેથી

શત્રુદળ

ત્રાહિમામ પોકારી ઉઠે. ત્યારે શ્રીરામ કહે છે કે મેઘનાદ જ્યાં સુધી જીવતો હતો, ત્યાં સુધી આપણો શત્રુ હતો. એના મૃત્યુ સાથે જ શત્રુતાનો અંત આવ્યો ગણાય. સભ્ય વ્યક્તિઓ મરેલા સાથે પણ ખરાબ વ્યવહાર કરતા નથી. આમ, મેઘનાદના શબને આદરપૂર્વક લંકાના મુખ્યદ્વાર પર લઈ જઈને તેમના સૈનિકોને સોંપવામાં આવેલું.

શ્રીરામનો ઉત્તમ કાયદાકીય વ્યવહાર

શ્રીરામે યુધ્ધમાં દરેક નિયમોનું પાલન કરેલું. જો તેઓએ ઇચ્છયું હોત, તો મેઘનાદની લાશ સાથે દુર્વ્યવહાર (Mutilation) થઈ શક્યો હોત, પણ આદર્શ અને ભગવાન સ્વરૂપ એવા શ્રીરામે કોઈ જ બર્બરતાનું આચરણ કર્યું નહીં કે કરવા દીધું પણ નહીં.

હાલનો આંતરરાષ્ટ્રીય કાયદો

એવું ઘણી વખત ધ્યાને આવે છે કે બોર્ડર પર અથડામણમાં પાકિસ્તાન દ્વારા પકડેલા આપણા જવાનો સાથે અમાનવીય વર્તન કરાય છે, આખો ફોડી નાખે છે, શબને ક્ષત-વિક્ષત કરી નાખે છે, માથા વાઢી નાખે છે વગેરે બર્બરતા થાય છે. પણ સામે પક્ષે ભારતે આદર્શ શ્રીરામના સંસ્કારો જાળવી રાખ્યા છે અને યુદ્ધના નિયમોનું પાલન કર્યું હોય છે. આ અંગે બધા દેશોને આંતરરાષ્ટ્રીય કાયદો (International Humanitarian Law) લાગુ પડે છે, જેમાં આ બાબતે જીનિવા કરારના નિયમો મુખ્ય છે.

તે મુજબ, એક દેશ દ્વારા જો શત્રુના સૈનિકને યુદ્ધમાં પકડવામાં આવે, તો પણ તેની સાથે (war prisoner) યોગ્ય વર્તન કરવું જરૂરી છે, તેની ઇજાના કિસ્સામાં તેની મેડિકલ સારવાર કરવી જરૂરી છે. તેની પર માનસિક કે શારીરિક અત્યાચાર કરી શકાય નહીં (આર્ટિકલ ૧૭) તથા શબ સાથે વિકૃતિ કરી શકાય નહીં.

(આર્ટિકલ ૩)
Ravi Adrvyu: મો. ૮૨૦૦૧૧૪૫૨૯
ઈમેઇલ: [email protected]

136733291_2900166553600585_7839004320092194487_n.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!