આયુર્વેદિક દવાઓ પણ ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવી ના જાેઈએ

આજકાલ જમાનો લોભામણી જાહેરાતો કરીને વ્યવસાય વધારવાનો અભિગમ ધરાવે છે. જેમાં ઘણીવાર જાહેરાતકારો ભ્રામક માહિતી દ્વારા નાગરિકોને ગેરમાર્ગે પણ દોરતાં હોય છે. તબીબી ક્ષેત્રે આયુર્વેદિક, હોમિયોપેથિક, સિધ્ધ અને યુનાની દવાની પ્રતિકુળ પ્રતિક્રિયા અને પ્રતિકૂળ ઘટના, ભ્રામક જાહેરાતો વગેરેના આધારે દર્દીઓને ગુમરાહ કરવાની પેરવી અંગે જાગૃતિ આણવા ફાર્મકો વિજિલન્સના પાસાંઓ અંગે જાણકારી હોવી જરૂરી છે. આ સંદર્ભે જામનગરની ઈન્ટરમિડીઅરી ફાર્માકોવિજિલન્સ સેન્ટર ફોર આયુર્વેદ અને સ્વર્ણિમ હેલ્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે ‘એએસયુ અને એચ ડ્રગ્સ’ પર ફાર્માકોવિજિલન્સ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.
વર્કશોપમાં અરિહંત આયુર્વદિક મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દત્તાત્રય સરવદે, પ્રો. હિરેન કડીકર અને જામનગરની ઈન્ટર મીડીઅરી ફાર્માકોવિજલન્સ સેન્ટર ફોર આયુર્વેદના પ્રો. શ્બીનારાયણ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં દવાની પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ, ઈવેન્ટ, ગેરમાર્ગ દોરતી જાહેરાતો, માનવ સ્વાસ્થ્યમાં તેની ખોટી અસરો વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રો. કડીકરે આયુર્વેદક દવાઓ પણ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના લેવી ના જાેઈએ તેવો મત વ્યકત કર્યો હતો. વર્કશોપમાં ૨૯૦થી વધુ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ તથા મેડીકલ ઓફિસર્સ હાજર રહ્યા હતા.