જુનાગાઢ : હદપારીના ગુનાના ભંગ બદલ શખ્સને ભુજ જેલ હવાલે કરાયો

Spread the love
  • સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા પોલીસ ફરિયાદ બાદ એક જ દિવસમાં જેલ હવાલે કરવા હુકમ

જૂનાગઢ : જૂનાગઢના સુખનાથ ચોક ખાતે રહેતા અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇનો ગત તા.૮/૧૨/૨૦ ના રોજ દોઢ વર્ષ માટે જૂનાગઢ જિલ્લામાથી હદપારીનો હુકમ કરવામાં આવેલ હતો. આ હુકમનો અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ દ્વારા અવારનવાર ભંગ કરાતા જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીના માર્ગદર્શન તળે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જૂનાગઢ અંકિત પન્નુ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી આ શખ્સને ભૂજ ખાતે જેલમાં મોકલી આપવા હુકમ કરાયો છે. ઉક્ત શખ્સ તડીપારના ગુનાના ભંગ ઉપરાંત આ સમય દરમિયાન વિવિધ ગુના અચરતા જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ કરતાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી એ એક જ દિવસમાં જેલ હવાલે કરવા હુકમ કરી ગુનેગારો સામે કડક હાથે કામ લેવાનો સંદેશ પાઠવ્યો છે. અને આવા ગુન્હેગારો સામે જિલ્લા વહિવટીતંત્ર દ્રવારા આકરા પગલા લેવાશે.

ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૬૨ અન્વયે હદપારી ભંગ બદલ જૂનાગઢમાં સુખનાથ ચોક તારબંગલા પાસે રહેતા ૨૧ વર્ષીય અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ફકીરને તા. ૮/૧૨/૨૦ થી દોઢ વર્ષ માટે જૂનાગઢ જિલ્લાની હદમાંથી હદપાર કરવામાં આવેલ છે. આમ છતાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર, અનઅધિકૃત રીતે જૂનાગઢ શહેર તથા તાલુકામાં પ્રવેશ કરી હદપારીના હુકમનો અવારનવાર ભંગ કરેલ છે.

વધુમાં આ શખ્સ દ્વારા હદપારીના હુકમનો અવારનવાર ભંગ કરવા ઉપરાંત અનધિકૃત ઘરમાં પ્રવેશી ઘરફોડી તથા ચોરી જેવા ગુના આચરતો હોય જાહેર વ્યવસ્થા જાળવવા અવરોધ રૂપ હોય ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૨ ની કલમ ૬૨ મુજબ પગલા લેવાં પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે. જે અન્વયે જૂનાગઢ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુએ તેમને મળેલ અધિકારની રૂએ અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇને તેમની હદપારીના બાકી બચેલ સમય તા. ૮/૬/૨૦૨૨ સુધી ભૂજ જિલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવેલ છે. આ શખ્શ વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશન દ્રવારા તા. ૩-૨-૨૧ ના રોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી જૂનાગઢન. યરિયાદ કરાતા તા. ૩-૨-૨૧ ના રોજ હુકમ કરી અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ખૂજ જેલ ખાતે મોકલી આપ.લ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!