કડીના કરજીસણના યુવકોને વિદેશ મોકલવાની લાલચ આપી લાખો પડાવનાર 5 કબુતરબાજ દિલ્હીથી ઝડપાયા

કડીના કરજીસણના યુવકોને વિદેશ મોકલવાની લાલચ આપી લાખો પડાવનાર 5 કબુતરબાજ દિલ્હીથી ઝડપાયા
Spread the love

મહેસાણા જિલ્લા ના કડી તાલુકાના મોટાભાગના ગામડાઓ NRI તરીકે ઓળખાય છે કારણ કે અહીં મોટાભાગના લોકો સાચી કે ખોટી રીતે વિદેશ પ્રવાસ કરે છે ત્યારે વિદેશ જવાના ટ્રેન્ડમાં જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામના બે યુવકોએ વિદેશ લઈ જતા એજન્ટોનો સંપર્ક કરી દિલ્લી મુલાકાતે ગયા હતા. જોકે દિલ્લી ગયેલા બન્ને યુવકો વિદેશ જવાના ખોટા કાવતરામાં ફસાઈ ગયા હતા.

દિલ્લીમાં કેટલાક કબૂતરબાજોએ તેમનું અપહરણ કરી ગોંધી રાખી 70 હજાર ડોલરની માંગણી કરી હતી જોકે દીકરા પરત ન આવતા તેમના વાલીઓએ મહેસાણા જિલ્લા પોલીસને પત્ર દ્વારા જાણ કરતા પોલીસ હરકતમાં આવી જતા મહેસાણા LCB ની ટીમે દિલ્લી પહોંચી તપાસ કરતા બન્ને ભોગબનનાર આરોપીઓની ચૂંગલ માંથી મુક્ત થયા છે. મહેસાણા LCBની ટીમે મહેસાણાના બે યુવકને શોધવા ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ દિલ્લી અને હરિયાણા તરફ શોધખોળ હાથ ધરી હતી.

હરિયાણાના ગુડગાવ થી ભોગબનનાર યુવકોને બચાવ્યા હતા તો તપાસ દરમિયાન લુધિયાણાના હરભજનસિંગ રાજપૂત, વિકાસ બરનાલ (જાટ) , ક્લોલના અંકિત દવે, કશ્યપ શાહ અને રાજકોટના જીગર મહેતાની અટકાયત કરી નંદાસણ પોલીસ મથકે તમામ 5 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, છેતરપિંડી અને ગોંધી રાખી માર મારવા મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

IMG-20210214-WA0087.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!