અમિત ચાવડાએ હાયતખાન બ્લોચને સસ્પેન્ડ કર્યા

અમિત ચાવડાએ હાયતખાન બ્લોચને સસ્પેન્ડ કર્યા
Spread the love
  • પાલિતાણા નગરપાલિકાના મેન્ડેટ ફાડવા મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ હાયતખાન બ્લોચને સસ્પેન્ડ કર્યા

ભાવનગરહાથમાંથી ઝુંટવી કોંગ્રેસના 32 જેટલા ઉમેદવારોના મેન્ડેટ ફાડી નાખ્યા હતા હાઇકોર્ટમાં અરજી બાદ ચૂંટણી પંચે મેડેન્ટ સ્વીકાર્યા હતાભાવનગરના પાલિતાણા નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટના વિતરણમાં થયેલી ગેરનીતિ અને તેના કારણે પક્ષને થયેલું મોટા નુકસાનને ધ્યાને રાખી પક્ષના પ્રમુખ હાયતખાન બ્લોચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પાલીતાણા કોંગ્રેસના સિનિયર આગેવાન હયાતખાન ઇલમખાન બલોચને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

કોંગ્રેસના સિનિયર આગેવાન હયાતખાન બ્લોચ પાર્ટીમાંથી સસ્પેન્ડપાલીતાણા નગરપાલિકાની ચૂંટણીમાં તારીખ 13 ના રોજ મેનેડેટ ફાડી નાખવાની ઘટનાને લઈ કોંગ્રેસ એસક્શનમાં આવી છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાલીતાણાના કોંગ્રેસના સિનિયર આગેવાન હયાતખાન બ્લોચને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત આ મમલે કોંગ્રેસે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા ત્યારબાદ ચૂંટણી પંચે મેડેન્ટ સ્વીકારવામાં હતા. જ્યારે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે હયાતખાનને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસનો આંતરીખ વિખવાદ ચરમ સિમાએઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવલે પાલિતાણા નગર પાલિકામાં કોંગ્રેસનો આંતરીખ વિખવાદ ચરમ સિમાએ જોવા મળ્યો હતો.

કોંગ્રેસના ઉમેદવારી ઇચ્છુકોએ ટિકિટ નહીં મળતા નગરપાલિકામાં પાલિતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી કોંગ્રેસના ઉમેદવારોના 32 જેટલા મેન્ડેટ ઝુંટવી લઇ ફાડી નાખ્યા હતા. પાલિતાણામાં મેન્ડેટ રદની ઘટનામાં કોંગ્રેસ પક્ષ હાઇકોર્ટમાં ગયો હતો. આ અંગે પંચનો જવાબ માંગતા ચૂંટણી પંચે મેન્ડેટ સ્વિકારવાની તૈયારી બતાવી હતી. જ્યારે હવે આ મામાલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પાલીતાણા કોંગ્રેસના સિનિયર આગેવાન હયાતખાન ઇલમખાન બલોચને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

palitana-baloch_1613826345.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!