વાયેગ્રાની કોઇ આડઅસર થાય ? લાંબાગાળે મુશ્કેલી આવી શકે…?

વાયેગ્રાની કોઇ આડઅસર થાય ? લાંબાગાળે મુશ્કેલી આવી શકે…?
Spread the love

સવાલ : મારી ઉંમર ૪૯ વર્ષની છે. છેલ્લા થોડાક વખતથી ઉત્તેજનામાં તકલીફ છે. પહેલાં તો પૉર્ન ક્લિપ્સ જોઈને હસ્તમૈથુન કરું તો ઉત્તેજના આવી જતી હતી. હમણાંથી એની પણ અસરકારકતા નથી રહી. મારી વાઇફને તો પહેલેથી જ સમાગમમાં બહુ રસ નથી પડતો, છતાં મહિને એકાદ-બે વાર અમે સંભોગ કરી લઈએ છીએ. તેને રસ પડતો ન હોવાથી તેને તૈયાર કરવા બહુ મનાવવી પડે છે. એ પછી બરાબર સમાગમ થઈ શકે એ માટે વિદેશી વાયેગ્રા લઉં તો કામ થઈ જાય છે. ઉત્તેજના પણ આવે છે અને ટકે પણ છે. જોકે જ્યારે પણ આ દવા લઉં છું એનો બીજો આખો દિવસ માથું ભારે લાગે છે અને ઝીણું-ઝીણું દુખ્યા કરે છે. હાથ-પગમાં ક્યારેક ઝણઝણાટી પણ થાય છે. શું આ વાયેગ્રાની આડઅસર છે? લાંબાગાળે કોઈ તકલીફ થાય ?

જવાબ : પત્રમાં તમે જણાવેલી વાત પરથી લાગે છે કે તમને ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવાની સમસ્યા આજકાલની નહીં, પણ ઘણા વખતથી છે. તમે જે પ્રયોગો કરીને ઉત્તેજના લાવવાની કોશિશ કરો છો એ ઠીક છે, પણ એનો જ સહારો મળે તો જ ઉત્તેજના આવે એવું બંધાણ ન હોવું જોઈએ. મને એવું લાગે છે કે તમને લાંબા સમયથી ચાલી આવતી ઉત્તેજનાની તકલીફના મૂળની તપાસ કરવી જોઈએ. મારી સલાહ છે કે તમારે પ્રાઇમરી બૉડી ચૅકઅપ કરાવી લેવું જોઈએ. એ માટે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલનું પ્રમાણ ચકાસવાની ટેસ્ટ કરાવવી જરૂરી છે. ઇરેક્શનની સમસ્યા લઈને આવેલા ઘણા પેશન્ટ્સમાં આ તકલીફનું નિદાન થાય છે.

શું તમને બ્લડપ્રેશરની તકલીફ છે ? એ માટેની કોઈ ગોળીઓ ખાઓ છો? અન્ય કોઈ સમસ્યા માટે કોઈ મેડિકેશન ચાલુ છે ? મેડિકલ હિસ્ટરી અને સાથે જે દવાઓ લો છો એ બધાને ધ્યાનમાં લેવું જરૂરી છે. આમ તો વાયેગ્રા લીધા પછી માથું દુખવું એ એક કૉમન આડઅસરનું જ લક્ષણ છે, પરંતુ તમને ઇન્દ્રિય ઉત્થાનમાં કેમ તકલીફ પડે છે એનું મૂળ કારણ સમજવા માટે થઈને ઉપર જણાવ્યા મુજબના નિદાન ટેસ્ટ કરાવવા જરૂરી છે. જો કોઈ સમસ્યા હોય તો પહેલાં એની સારવાર કરાવવી જરૂરી છે. બને ત્યાં સુધી વાયેગ્રા કે અન્ય કોઈ પણ દવાઓ જાતે જ લેવાનું શરૂ કરી દેવાને બદલે ફૅમિલી ડૉક્ટર કે કન્સર્ન ડૉક્ટરની સલાહ પછી જ આગળ વધવું. તમે એક વાર તમારા રિપોર્ટ્સ અને કઈ દવાઓ લો છો એની વિગતવાર માહિતી લખી મોકલાવશો તો આગળ શું કરવું એનું માર્ગદર્શન થઈ શકશે.

tablets23-02-2021_d.jpg

Vinod Meghani

Vinod Meghani

Right Click Disabled!