કડીના વેકરામાં બુટલેગરો બન્યા બેફામ : ખુલ્લેઆમ દારૂ વેચવાના વિરોધ કરનાર ઉપર કર્યો હિચકારો હુમલો

કડીના વેકરામાં બુટલેગરો બન્યા બેફામ : ખુલ્લેઆમ દારૂ વેચવાના વિરોધ કરનાર ઉપર કર્યો હિચકારો હુમલો
Spread the love
  • કડી તાલુકાના વેકરા માં બુટલેગરો બેફામ બન્યા:- ખુલ્લેઆમ દારૂ વેચવાનો વિરોધ કરનારા ઉપર પથ્થર વરસાવ્યા

કડી તાલુકાના વેકરા ગામમાં શુક્રવાર સમી સાંજે બુટલેગર ચેતનજી તલાજી ઠાકોર પોતાના નંબર પ્લેટ વિનાના એક્ટિવાની ડેકીમાં વિદેશી દારૂ ભરી ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાથી કેટલાક જાગૃત યુવાનોએ તેને અટકાવતા બુટલેગર દ્વારા તેમના ઉપર પથ્થર મારો કરતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. મહાત્મા ગાંધીજીના ગુજરાત રાજ્યમાં માત્ર કહેવા પૂરતી કાગળ ઉપરજ દારૂ બંધી હોવાની વાત જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામમાં સાબિત થયી ગયી છે. બુટલેગરો ની હિંમત જોઈને જ લોકો ને ખ્યાલ આવી જાય છે કે વિદેશી દારૂના વેપારમાં ફક્ત બુટલેગર નહિ પણ કેટલાક સરકારી તંત્ર ના અમલદારો પણ સંડોવાયેલા છે.ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરતા ગામના કેટલાક જાગૃત યુવાનોએ અટકાવતા બુટલેગર દ્વારા પથ્થર મારો કરી બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કરી દેતા પ્રજામાં ભારે રોષ વ્યાપી ગયો છે.

બનાવની વિગત જોઈએ તો કડી તાલુકાના અને બાવલું પોલીસ સ્ટેશનની હદમાં આવતા વેકરા ગામમાં રીઢો બુટલેગર ચેતનજી તલાજી ઠાકોર તેના નંબર પ્લેટ વિનાના એક્ટિવાની ડેકીમાં વિદેશી દારૂ ભરી ખુલ્લેઆમ વેચાણ કરે છે જે ગામના કેટલાક જાગૃત યુવાનોને પસંદ નહિ આવતા શુક્રવાર સાંજના સમયે જાગૃત યુવાનોએ તેને ખુલ્લામાં દારૂનું વેચાણ કરતા અટકાવાયો હતો.

બુટલેગર ને દારૂના વેચાણ કરતો અટકાવતા બુટલેગર ચેતનજી ઠાકોર ધુઆપુઆ થયી તેને અટકાવનાર યુવાનો ઉપર પથ્થર મારો કરતા બે વ્યક્તિઓને પથ્થર વાગતાં તેમને સારવાર અર્થે સરકારી દવાખાનામાં દાખલ કરી ઠાકોર સંજયજી ઠાકોરે જિલ્લા કન્ટ્રોલ રૂમ ના 100 નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી જેથી બાવલું પોલીસે વિદેશી દારૂ નાની-મોટી બોટલ નંગ-5 કી. આશરે રૂ.1200/- તેમજ એક્ટિવા રૂ.20,000/- સહિત રૂ.21,200/- નો મુદ્દામાલ કબજે લઈ બુટલગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘણા સમયથી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગર થી બાવલું પોલીસ અજાણ કે ????

કડી તાલુકાના વેકરા ગામમાં બુટલેગર ચેતનજી તલાજી ઠાકોર ઘણા સમયથી ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાણ કરે છે.વેકરા ગામ બાવલું પોલીસ ની હદમાં આવે છે ત્યારે જાગૃત નાગરીકો દ્વારા બુટલેગર ને વિદેશી દારૂ સહિત ઝડપી બાવલું પોલીસ ને જાણ નહિ કરતા સીધા જિલ્લા પોલીસવડાના કંટ્રોલ રુમમાં ફોન કરતા બાવલું પોલીસ ની કામગીરી અંગે જાગૃત નાગરીકો ને શંકા હોવાનું જોવા મળી રહ્યું છે.

IMG-20210306-WA0040.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!