21 થી 28 માર્ચ સુધી હોળાષ્ટક શુભ કાર્યો નહીં થાય

21 થી 28 માર્ચ સુધી હોળાષ્ટક શુભ કાર્યો નહીં થાય
Spread the love

સુરત શાસ્ત્રો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી હોળિકા દહનના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 21 થી 28 માર્ચ સુધી રહેશે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન સંસ્કાર, ગૃહપ્રવેશ, ભવન નિર્માણ અને નવા વ્યવસાય જેવા માંગલિક કાર્યો વર્જિત રહે છે. શુભ કાર્યો ન કરવા પાછળ જ્યોતિષીય અને પૌરાણિક બંને જ કારણ છે.

હોળાષ્ટકના પ્રથમ દિવસે એટલે કે ફાલ્ગુન શુક્લક્ષાનું અષ્ટમી પર ચંદ્ર, નવમી પર સૂર્ય, દશમી પર શનિ, એકાદશી પર શુક્ર, દ્વાદશી પર ગુરુ, ત્રયોદશી પર બુધ, ચતુર્દશી પર મંગળ અને પૂર્ણિમા પર રાહુ ઉગ્ર સ્વભાવનાં હોય છે. જેના કારણે માનવ મગજ બધી જાતના વિકારો અને મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. તેથી, આ સમય દરમિયાન કોઈપણ કામ બગડવાની શક્યતા વધારે હોય છે.

  • શુભ સમય – ફાલ્ગુન પૂર્ણિમા 2021
  • પૂર્ણિમા પ્રારંભ – માર્ચ 28, 2021 પર 03: 27
  • પૂર્ણિમાસમાપ્ત- 29 માર્ચ, 2021 પર 00:17
  • હોલિકા દહન મુહૂર્તા 18:37 થી 20:56
  • અવધિ 02 કલાક 20 મિનિટ હોલિકા દહન

શું છે ધાર્મિક માન્યતા ?

રાક્ષસોના રાજા હિરણ્યકશ્યપે આ 8 દિવસો સુધી ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને બંદી બનાવી આ સમયગાળા દરમિયાન ખૂબ ત્રાસ અપાયો હતો. જો કે, આટલી બધી યાતનાઓ પછી પણ, ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડતા ન હતા. હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાની મદદ લીધી.

ભગવાન બ્રહ્મા દ્વારા અગ્નિથી બળી ન જવા માટે હોલિકાને વરદાન હતું.હોળાષ્ટક સમયે હોલિકાએ ભક્ત પ્રહલાદને દહન કરવાની પણ તૈયારી કરી હતી.અને પ્રહલાદની જગ્યાએ હોલીકા દહન થઈ ગયું હતું. આ રીતે હિરણ્યકશ્યપ અને હોલિકાના ખોટા ઇરાદાઓ પૂરા થઈ શક્યા નહીં.

1518944078-6305.jpg

Advertisement
Right Click Disabled!