સુરતમાં સાંજે 7-00 વાગ્યા પછી ચા-પાનનાં ગલ્લાં બંધ કરવા આદેશ

સુરતમાં સાંજે 7-00 વાગ્યા પછી ચા-પાનનાં ગલ્લાં બંધ કરવા આદેશ
Spread the love

કોરોના કેસોમાં વધારો થતાં સુરત મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરતમાં સાંજે સાત વાગ્યે થી પાનનાં ગલ્લાં, ચાની લારી બંધ કરાવાશે સ્ટ્રીટ વેન્ડરોને પણ સાંજે સાત વાગ્યાથી બંધ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે રાત્રે ૧૦:૦૦ વાગ્યા થી સુરતમાં રાત્રિ કરફ્યુ નો અમલ કરાવવામાં આવશે ૯:૦૦ વાગ્યાથી ખાણી- પીણી લારી, રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો છે તો ભીડ થાય તો શાકભાજી માર્કેટ બંધ કરાવી દેવા આદેશ કરાયો છે.

સુરતમાં કોરોના સંક્રમણ થી ચિંતા વધી ગઈ છે સુરતમાં બીઆરટીએસ- સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે આ ઉપરાંત સુરતમાં થિયેટર, સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યાં છે તો ગેમ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ, જીમ પણ બંધ કરાવવામાં આવ્યાં છે એટલું જ નહીં પણ સુરતમાં હોટલનાં બેન્કવેટ હોલ પણ બંધ કરી દેવામાં આવ્યાં છે આ બંધની અસર હજાર લોકોને પડશે અને વેપાર-ધંધા ફરીથી પડી ભાંગશે.

IMG-20210318-WA0304.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!