“ચાલ , મનવા..રમીએ હોળી.. ! ” હોળી ધૂળેટી નિમિત્તે એક શુભેચ્છા પ્રણય ગીત.

“ચાલ , મનવા..રમીએ હોળી.. ! ” હોળી ધૂળેટી નિમિત્તે એક શુભેચ્છા પ્રણય ગીત.
Spread the love

હોળી ધૂળેટી : શુભેચ્છા પ્રણય ગીત.
****************************

-૦-ચાલ , મનવા..રમીએ હોળી-૦-
~~~~~~~~~~~~~~~~~~~
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
••••••••••••••••••••••••••
ચાલ , મનવા..રમીએ હોળી,
ને ભરીએ, આનંદની ઝોળી.
ખાલ ઉધેડીએ મનભારણની,
હોળી જવા ન દઈએ કોરી. ચાલ..
આતમરામને કરીએ…ખુશ,
રંગો એકબીજા..પર, છોડી !
ભાત પાડીએ, અનોખી સબંધે,
ને ભરીએ હૈયે હેતની ઝોળી. ચાલ..
હેતુ ને કેમ ? સંભારવો.. હવે જો,
પાસે જ હોય લઈ રંગો ની ગોળી.
ધોઈ લઈએ મેલ મનના હવે તો,
રંગોમાં એકમેકને રગદોળી.ચાલ..
રાગ દ્વેષથી , મુક્ત થઈને.. વ્હાલા,
નિખારીએ સબંધો બોળીઝબોળી.
મનટોડલે મોર બોલે જો.. સખી !
હૈયે ! ચડી હરખની હેલી… ચાલ..
ગુલાલ કેમ લગાવું ? ગાલે તુને ગોરી,
પહેલાથી એ તો,લાલગુલાબી છોરી.
દુખ ઉભું કેમ કરું હું ! પેટ ચોળી ?
આટલું સમજ, તું મન ભોળી. ચાલ..
અમથું એમ જ અડવા મળશે,
મનવા ! માની જા મન ઢંઢોળી !!
સ્પશઁની કિંમત લાખ રૂપિયા ની,
મળતો નથી મોકો,રોજ ઓ મોજી. ચાલ..
ઈશારો એમનો આંજી લે ઝટ તું,
પ઼ગટાવી લે ‘શિલ્પી’, પ઼ેમની હોળી.
ચાલ મનવા..રમીએ હોળી,
ને ભરીએ આનંદની ઝોળી. ચાલ..
૦૦૦૦૦૦૦૦૦૦૦આભાર૦૦૦૦૦૦૦

Screenshot_2019-03-21-09-52-42-346_com.UCMobile.intl_-2.png IMG_20210328_121838-1.jpg download-7-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!