કોરોના કાળ દરમિયાન કોરોના સંદભેઁ જનજાગૃતિ માટે સાહિત્યિક પ઼યાસ

કોરોના કાળ દરમિયાન કોરોના સંદભેઁ જનજાગૃતિ માટે સાહિત્યિક પ઼યાસ
Spread the love

અમદાવાદ મ્યુનિ. સ્કુલ બોર્ડ માં હાલ સી.આર.સી.કો-ઑડિઁનેટર તરીકે એલિસબ્રિજ વૉડઁ/ કલસ્ટર માં ફરજ બજાવતા મૂળ ગામ સીતાપુરના (કવિ) : શ્રી પંકજ દરજી’ શિલ્પી’ એ પ્રવર્તમાન સમયમાં કોરોના ની કપરી વેળાને અનુલક્ષીને હાલના સ્થિતિ સંજોગોને પોતાની મૌલિક શૈલીમાં પોતાના વિચારો ને શબ્દદેહ આપી અનેક મૌલિક વિવિધ રચનાઓ જેવી કે, મૂળ-માટી-વતનની કિંમત, લોકોની માનસિક સ્થિતિ, જીવનમૂલ્યો, કપરી વેળાની કતઁવ્ય નિષ્ઠા,હાલના સમયમાં આથિઁક,સામાજિક વ્યવહારોના બદલાયેલા સ્વરૂપ,સબંધોના વરવા રુપ વગેરેની અભિવ્યક્તિ કોરોના કાળ/જીવની બાદબાકી, ટકોર કાવ્ય- લૉક ડાઉન, કોરોના, ઝંકૃત કાવ્ય-મૂળ- માટી-વતન,અસમંજસ-કોરોના:લટકતું તાળું, અપીલ કાવ્ય, દાંડી કાવ્ય વગેરે રચનાઓ દ્વારા કરી કોરોના સંદભેઁ જન જાગૃતિ કેળવવામાં સાહિત્યિક પ઼યાસ કયોઁ છે.

ઉપરાંત નોવેલ કોવિડ-૧૯ અંતગૅત ખાતા દ્વારા સોંપાયેલ કંટ્રોલ રૂમ, હેલ્પ ડેસ્ક જેવી વિવિધ ફરજો સમયાંતરે બજાવી છે. એમનો કાવ્ય સંગ્રહ તરસ ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી ઈ. સ. ૨૦૦૨ માં પ્રકાશિત થયેલ છે. (કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ દ્વારા સમગ્ર કોરોના કાળ દરમિયાન અન્ય મનોરંજક મૌલિક રચનાઓ પણ જેવી કે, અવસર થાવું છે,ચાલ..મનવા રમીએ હોળી..,બંધારણ ગીત,શિક્ષક કરે કર/કલમથી વાર વગેરે વાચકો-ભાવકો માટે વિવિધ સમાચાર પઞોમાં તેમ જ વેબ ચેનલ પર પીરસવામાં આવી છે. જેમાંની એમને ગમતી રચનાઓમાંની એક યથાર્થ રચના અહીં પ઼સ્તુત છે.

દાંડી કાવ્ય
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
આફતને અવસરમાં ફેરવી, પુણ્યનું ભાથું બાંધી લઈએ.
માસ્ક બનાવી લ્હાણી કરીએ,માનવ જાતની મદદ કરીએ.
મહામારીથી ગ્રસિત વિશ્વને,મ્હોરા પહેરાવી રક્ષિત કરીએ.
ઈશ્વરે બક્ષેલ કમઁ સિદ્ધાંતને,ચાલો, આજે ચરિતાર્થ કરીએ.
વણઁવ્યવસ્થા ધમઁનુ ગૌરવ લઈએ,દરજી : સ્વધમઁને સાથઁક કરીએ.
ભીડ પડી છે જયાં સકળ વિશ્વને,ખભા મિલાવી રોગને ભીંસ કરીએ.
કોરોનાને કોરે રાખે એવાં ‘શિલ્પી’,માસ્ક વિતરણ વિનામૂલ્યે કરીએ.
પ્રભુ ચરણમાં સેવા પુષ્પ અપીઁ,યથાર્થ જીવ્યાની અનુભૂતિ કરીએ.
••••••••••••••••••••••••••••••••••••••••••••••••

કવિ પંકજ દરજી ‘શિલ્પી’

IMG_20210506_162319.jpg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!