ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ઘર્ષણ : 59ના મોત

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ઘર્ષણ : 59ના મોત
Spread the love

તેલ અવીવઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા, ઇઝરાયેલ સૈન્ય અને એરફોર્સે રોડ પર પણ રોકેટ ફેક્યા હતા. જેને પગલે કુલ ૫૯ લોકોના મોત નિપજ્યા છે. એક દિવસ પહેલા જ હમાસ અને પેલેસ્ટાઇન ઉગ્રવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. ૨૦૧૪ પછી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સૌથી મોટુ યુદ્ધ શરૂ થઇ ગયું છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર જે હુમલો કરવામાં આવ્યો તેમાં ૫૩ પેલેસ્ટાઇનના નાગરિકો માર્યા ગયા છે.  જ્યારે અત્યાર સુધીના ઘર્ષણમાં કુલ ૫૯ લોકોના મોત નિપજ્યા છે જેમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. હમાસે અનેક રોકેટ છોડયા પણ ઇઝરાયેલે હવામાં જ ઉડાવી દીધા, ગાઝા પર હુમલામાં અનેક કમાન્ડર માર્યા ગયા ઇઝરાયેલ સૈન્યએ દાવો કર્યો છે કે અમારા હુમલામાં હમાસના અનેક ટોચના કમાન્ડર માર્યા ગયા છે.

બીજી તરફ ઇઝરાયેલમાં અનેક શહેરોમાં પોલીસે રાત્રી કરફ્યૂ લાગુ કરી દીધુ છે. અહીં અરબ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થઇ રહ્યું છે. અરબ પ્રદર્શનકારીઓ ઇઝરાયેલની ગાઝા સામેની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ધમકી આપી છે કે જો અરબના નાગરિકો ઇઝરાયેલમાં પોતાના પ્રદર્શનો બંધ નહીં કરે તો તેમને અટકાવવા માટે અતી બળ પ્રયોગ કરવામાં આવશે. અહીંના લોડ અને એસરે શહેરમાં હાલ મોટા પાયે ઇઝરાયેલની સામે જ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેડાયેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને બુધવારે કહ્યું હતું કે ગાઝા અને ઇઝરાયેલ વચ્ચે જે ઘર્ષણ થઇ રહ્યું છે તે ચિંતાજનક છે.

બન્ને તરફથી આ વિસ્તારમાં શાંતિ જાળવવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે. બીજી તરફ તૂર્કીના પ્રમુખ રેસેપ તયીપ એર્ડોગને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલને આ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. પેલેસ્ટાઇનના નાગરિકો પર જે અત્યાચાર ઇઝરાયેલ કરી રહ્યું છે તેને અટકાવવા એક આકરો પાઠ ભણાવવો જરુરી છે. આ સમગ્ર ઘર્ષણમાં જે પણ માર્યા ગયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલ દ્વારા જે હવાઇ હુમલા કરવામાં આવ્યા તેમાં ઘણા હુમલા રોડ પર પણ થયા છે, અને નાગરિકોના રહેણાંકી વિસ્તારોને પણ ટાર્ગેટ કરાયા હતા. દરમિયાન ઇઝરાયેલમાં એક ભારતીય મહિલા સોમ્યાનું મોત નિપજ્યું છે.

કેરળની રહેવાસી આ મહિલાને ધ્યાનમાં રાખીને કેરળના મુખ્ય મંત્રી વિજયને ટ્વિટ કરીને કહ્યું હતું કે કેરળ સરકાર ઇઝરાયેલ સ્થિત ભારતીય એમ્બેસીના સંપર્કમાં છે અને જે મહિલાનું મોત નિપજ્યું છે તેમનો મૃતદેહ ભારત લાવવામા આવી રહ્યો છે, શક્ય હોય તેટલા વહેલા તેને પરિવારને સોપી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ મૃતકને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી. ઇઝરાયેલ પાસે પેલેસ્ટાઇન કરતા વધુ આધુનિક ડિફેન્સ સિસ્ટમ છે, જેને પગલે હમાસ દ્વારા જે અનેક રોકેટ છોડવામાં આવ્યા તેને હવામાં જ ઉડાવી દેવામાં આવ્યા હતા. હાલ આ બન્ને દેશો વચ્ચે સરહદે ઘર્ષણ જારી છે અને તેને રોકવામાં નહીં આવે તો તેની અસર વિશ્વના અનેક દેશો પર જોવા મળી શકે છે. જોકે બીજી તરફ અરબ દેશો હજુ પણ મોન છે.

content_image_aa8b60a6-10af-4f35-a3ef-1f13fe4aae60.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!