મહાલક્ષ્મીઅષ્ટકના 101 પાઠ કરવાથી અક્ષયપુણ્ય પ્રાપ્ત થાય છે

મહાલક્ષ્મીઅષ્ટકના 101 પાઠ કરવાથી અક્ષયપુણ્ય પ્રાપ્ત થાય છે
Spread the love

અક્ષય તૃતીયા શુભ સમય તૃતીયાની તારીખ: 14 મે 2021 ના રોજ સવારે 05.38 વાગ્યે તૃતીયા તિથિનું સમાપન: 15 મે 2021 ના રોજ સવારે 07 થી 59 મિનિટ છે. આજના જીવનમાં મહાલક્ષ્મી જ જગત કેન્દ્ર બિંદુ છે. મહાલક્ષ્મીની કૃપાથી જ જીવનમાં સર્વસુખ, ઉત્સાહ, આનંદ અને આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે. લક્ષ્મી કૃપા વગર જીવન દુઃખદાયી લાગે. સંન્યાસી હોય કે સંસારી દરેકના જીવનમાં મહાલક્ષ્મીનું વિશેષ મહત્વ છે. સંસારી ને સંસાર ચલાવવા ધનની જરૂર પડે, સંન્યાસીને આશ્રમ ચાલવા, પૂજાપાઠ, યજ્ઞ કરવા અને શિષ્યને ભોજન કરાવવા ધનની જરૂર પડે છે. જીવનની 80 % સમસ્યા મહાલક્ષ્મીની કૃપાથી ઉકેલાય છે,

આ બાબત સનાતન સત્ય છે.અક્ષય તૃતીયા, શ્રીપંચમી, નવરાત્રી, દિવાળીથી કાર્તિક પૂનમ સુધી રવિપુષ્ય, ગુરુપુષ્યનો સમય મહાલક્ષ્મીની પૂજા, આરાધના માટે સર્વોત્તમ છે. અક્ષયતૃતીયા પર કરેલી સાધના પૂજા અક્ષય ફળ આપે છે. મુખ્યત્વે મહાલક્ષ્મીજીના આઠ પ્રકાર છે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, આયુલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, વસુધાલક્ષ્મી, સંતાનલક્ષ્મી અને આરોગ્યલક્ષ્મી આ બધા જ પ્રકારની લક્ષ્મીથી જીવન પૂર્ણ બને છે.અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજીનું યથાશક્તિ પૂજન કરીને શુદ્ધ ઉચ્ચારણ અને એકાગ્રતાપૂર્વક શ્રીસૂક્ત કે મહાલક્ષ્મી અષ્ટકના 101 પાઠ કરવાથી અક્ષયપુણ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારબાદ નિયમિત શ્રીસૂક્ત કે મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવાથી ધનનું આગમન થતું રહે છે.

15 મિનિટ જાપ કરવાથી ભાગ્ય સાથ આપે છે
ચેતના અને વિવેક જાગે છે અને ભવિષ્યમાં ઉન્નતિ થાય છે. સિદ્ધ મહાલક્ષ્મીયંત્ર સામે મંત્ર જાપ કરવાથી લક્ષ્મીની કૃપા થતી રહે છે.જાપ કમળકાંકડીની માળા કરવાથી ઉત્તમભવનની પ્રાપ્તિ થાય છે.અષ્ટલ ક્ષ્મીયંત્ર, સ્ફટીકમાળા, વૈજયંતી માળા, શ્રીપર્ણી, શંખ, કમળકાંકડી, ગૌમતીચક્ર, સફેદચણોઠી જેવી દિવ્યવસ્તુ મહાલક્ષ્મીમંત્રથી સિદ્ધ કરીને પૂજાઘરમાં સ્થાપિત કરીને “ૐ હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ નમઃ” મંત્ર જાપ કરવાથી અષ્ટલક્ષ્મીની કૃપા મળતી રહે છે.

product-jpeg-500x500.jpg

Vinod Meghani

Vinod Meghani

Right Click Disabled!