મોદીને પત્ર : બેરોજગારને 6 હજાર રૂપિયા આપો

મોદીને પત્ર : બેરોજગારને 6 હજાર રૂપિયા આપો
Spread the love

નવી દ્દિલ્હી: કેન્દ્ર સરકાર પર વિપક્ષી દળોના સુચનોને અવગણવાનો આરોપ લગાવ્યો છે.આ પત્રમાં કોંગ્રેસમાંથી સોનિયા ગાંધી, એચડી દેવેગૌડા શરદ પવાર, શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરે, તૃણુમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, એમકે સ્ટાલિન, ઝારખંડ મુક્તિ મોર્ચાના હેમંત સોરેન, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દાળમાંથી તેજસ્વી યાદવ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી ડી રાજા અને માર્કસ્વાદીમાંથી સીતારામ યેચુરીનું નામ છે.

આ પત્રમાં શું છે…”
ડિયર પ્રાઈમ મિનિસ્ટર! કોરોનાને કારણે આપણો દેશ અપ્તાશિત માનવ ત્રાસદી સામે લડી રહ્યો છે. અમે પહેલાં પણ વ્યક્તિગત રીતે અને સંયુક્ત રૂપે વારંવાર તમારું ધ્યાન આ તરફ આપ્યું છે કે કેન્દ્ર સરકારે તાત્કાલિક કોઈ પગલાં ઉઠાવવાની જરૂર છે. અફસોસની વાત એ છે કે તમારી સરકારે કાં તો અમારા તમામ સુચનોની અવગણના કરી કે તેને નકારી દીધા.

તેનાથી સ્થિતિ બગડીને આ ભયંકર માનવ ત્રાસદી સુધી પહોંચી ગઈ છે. દેશને આ ભયાનક સ્તરે પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે શું કર્યું અને શું ન કર્યું, તેના પર ન જતા અમારું દ્રઢપણે માનવું છે કે સરકાર યુદ્ધના ધોરણે નીચે જણાવેલા પગલાં ભરે વેક્સિન કેન્દ્રીય સ્તરે ખરીદવામાં આવે. તે પછી દેશ કે દુનિયામાં કોઈ પણ સોર્સથી મળે.દેશભરમાં તાત્કાલિક ફ્રી વેક્સિનેશન કેમ્પેઈન શરૂ કરવામાં આવે. દેશમાં વેક્સિન પ્રોડ્કશન વધારવા માટે લાયસેન્સિંગ માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવે. બજેટમાં આપવામાં આવેલા 35 હજાર કરોડ રૂપિયા વેક્સિન પર ખર્ચ કરવામાં આવે.સેન્ટ્રલ વિસ્ટા કન્સ્ટ્રક્શનને તાત્કાલિક રોકવામાં આવે.

તેના પર ખર્ચ થનારી રકમ ઓક્સિજન અને વેક્સિન ખરીદવામાં ઉપયોગ લેવામાં આવેહિસાબ વગરના પ્રાઈવેટ ટ્રસ્ટ ફંડમાં જમા તમામ પૈસા વધુ વેક્સિન, ઓક્સિજન અને મેડિકલ ઈક્વિપમેન્ટ્સ ખરીદવા માટે આપવામાં આવે.બેરોજગારોને દર મહિને 6 હજાર રૂપિયા આપવામાં આવે.કેન્દ્ર સરકારના ગોદામમાં એક કરોડ ટનથી વધુનું અનાજ સડી રહ્યું છે. જરૂરિયાતવાળાઓને આ અનાજ મફતમાં આપવામાં આવે. આપણા લાખો અન્નદાતા મહામારીનો શિકાર બની રહ્યાં છે . તેમની સુરક્ષા માટે કૃષિ કાયદાને રદ કરવામાં આવે કે જેથી દેશની જનતનું પેટ ભરવા માટે અનાજ ઉગાડી શકે.તમારી ઓફિસ કે તમારી સરકાર તરફથી એવું કોઈ ચલણ તો રહ્યું નથી, તેમ છતાં અમે દેશ હિત અને જનતાના હિતમાં અમારા સુચનો પર જવાબની આશા રાખીએ છીએ.”

content_image_fa6ee3ba-5dfa-440a-a4c3-12a6207fbf71.jpg

Advertisement
Right Click Disabled!