DRDOની કોરોના દવા 2DG આગામી સપ્તાહે માર્કેટમાં આવશે, દર્દી ઝડપથી થશે ઠીક

DRDOની કોરોના દવા 2DG આગામી સપ્તાહે માર્કેટમાં આવશે, દર્દી ઝડપથી થશે ઠીક
Spread the love

નવી દિલ્હીઃ કોરોના દર્દીની સારવાર માટે ડીઆરડીઓની દવા ‘2-ડીજી’ના 10 હજાર ડોઝનો પ્રથમ જથ્થો આગામી સપ્તાહની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. આ જાણકારી ડીઆરડીઓના અધિકારીઓએ આપી છે. અધિકારીઓએ કહ્યું કે, ભવિષ્યમાં દવાના ઉયોગ માટે ઉત્પાદનમાં ઝડપ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ દવા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની એક ટીમે બનાવી છે જેમાં ડો. અનંત નારાયણ ભટ્ટ પણ સામેલ છે. આ દવા ના ફક્ત દર્દીઓને જલદી રિકવરી થવામાં મદદ કરશે, પરંતુ તેમની ઓક્સિજન પર નિર્ભરત પણ કામ કરે છે. પરિક્ષણોમાં જાણવા મળ્યું છે કે આ દવાના ઉપયોગથી દર્દીઓનું ઓક્સિજન 3 દિવસ પહેલાં હટાવી લેવામાં આવ્યું હતું. ડીઆરડીઓના અધિકારીઓએ જણાવ્યું કે ‘ડ્રગ મેન્યૂફેક્ચરિંરર આ દવાના ઉપયોગમાં તેજી લાવવા માટે પણ કામ કરી રહ્યા છે.

ગઈકાલે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડો. કે સુધાકરે DRDO કેમ્પસની મુલાકાત લીધી હતી. DRDOના વૈજ્ઞાનિકોએ મંત્રીને 2ડીજી દવા વિશે જાણકારકી આપી જે કોવિડની લડીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સ્વાસ્થઅય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં સુધારને ટાંકીને કહેવામાં આવ્યં છે કે, “ડીઆરડીઓન દ્વારા વિકસિ, 2-ડીજી મોટી ઉપલબ્ધિ છે. આ મહામરીનો સામનો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેનાથી હોસ્પિટલમાં દાખલ દર્દી ઝડપથી ઠીક થઈ જાય છે અને ઓક્સિજન પરની નિર્ભરતા પણ ઘટે છે.”

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS) દ્વારા હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટરીના સહયોગથી આ ડ્રગ વિકસાવવામાં આવી છે. આ દવાનું નામ 2-ડીજી છે. તેનું પૂરું નામ 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ છે. સામાન્ય અણુ અને ગ્લુકોઝની સુસંગતતાને કારણે આ દવાને દેશમાં જ મોટા પ્રમાણમાં તૈયાર કરી શકાય છે અને ઉપલબ્ધ કરાવી શકાય છે. 2-ડીજી દવા પાઉડરના રુપે પેકેટમાં આવે છે. તેને પાણીમાં ઘોળીને પીવાની રહે છે. ગેસ અને એસેડિટી માટે જેમ ઇનો પાઉડર પાણીમાં ઘોળીને પીએ છીએ તેમ 2-ડીજીને પણ પીવામાં આવે છે.

રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)

Screenshot_20210515-233655_Facebook.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!