જૂનાગઢ જિલ્લામાં પશુ સહાયની કામગીરી પૂર્ણ

જૂનાગઢ જિલ્લામાં પશુ સહાયની કામગીરી પૂર્ણ
Spread the love

વાવાઝોડામાં ૧૩૪ પશુ મૃત્યુ માટે રૂા.૨૨,૧૫,૦૦૦ની સહાય ચૂકવાય

વાવાઝોડાથી પશુઓમાં રોગચાળો વકરે નહી તે માટે ૨૯,૯૬૭ પશુઓને રસી અપાઇ

૬૪૦૭ બિમાર પશુઓને સારવાર અપાઇ

જૂનાગઢ : તાઉ-તે વાવાઝોડાને લઇને પશુઓના પણ મૃત્યુ થયા છે. જૂનાગઢ જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત થયા છે.મૃતક પશુઓના પશુ માલિકોને સહાય મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની ૨૨ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫૪ પશુઓના મોતમાં ૧૩૭ પશુ માલિકાને સહાય મળવા પાત્ર છે. તેમજ ૧૩૪ પશુ માલિકોને રૂા.૨૨,૧૫,૦૦૦ની સહાય ચુકવી દેવામાં આવી છે.

તાઉ-તે વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, માળીયા, ભેંસાણ, જૂનાગઢ અને મેંદરડા તાલુકાને વધુ નુકસાન થયું છે. જેમાં વિસાવદર તાલુકો વધુ અસરગ્રસ્ત થયો છે. વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત થયા છે. જેમાં વિસાવદરમાં-૧૨૧, ભેંસાણમાં-૨, માળીયામાં-૭, મેંદરડામાં-૬ અને જૂનાગઢ-૧ પશુના મોત થયા છે.તેમ નાયબ પશુપાલન નિયામક ડો. દિલિપ પાનેરાએ જણાવ્યુ હતુ.

વાવાઝોડામાં મરણ પામેલ પશુઓના પોસ્ટમોર્ટમ અને ખરાઇ કરાઇ તેમજ ઇજાગ્રસ્તને સારવાર તથા રસીકરણની કામગીરી માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની ૨૨ ટીમો દ્વારા કામગીરી કરાઇ હતી. જેમાં ૧૮ પશુચિકિત્સા અધિકારી, ૫૩ પશુધન નિરીક્ષકો અને અન્ય વર્કરો દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી હતી.

વાવાઝોડા અને વરસાદના કારણે પશુઓમાં પણ સ્ટ્રેસના કારણે રોગચાળો વકરે નહીં તે માટે જિલ્લામાં ગળસુંઢા રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૨૯,૯૬૭ પશુઓને આવરી લીધા હતા. તથા ઇજાગ્રસ્ત અને બિમાર ૬૪૦૭ પશુઓને સારવારમાં આપવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વાવાઝોડામાં જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત થયા છે. જેમાં ૧૩૭ પશુ માલિકોને સહાય મળવાપાત્ર છે. જ્યારે ૬૭ કુટુંબના ૧૩૪ પશુઓને રૂા.૨૨,૧૫,૦૦૦ની સહાય ચુકવી દેવામાં આવી છે.તેમ નાયબ પશુપાલન નિયામકશ્રી વધુમાં ઉમેર્યુ હતુ.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!