સુરતમાં દિવાળીથી શરૂ થઈ શકે છે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો નું કામ, ત્રણ મહિના સુધી થશે ટ્રાયલ અને ટેસ્ટિંગ

સુરતમાં દિવાળીથી શરૂ થઈ શકે છે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો નું કામ, ત્રણ મહિના સુધી થશે ટ્રાયલ અને ટેસ્ટિંગ
Spread the love

સુરત મેટ્રો રેલવે કામ તેના સમય પર શરૂ થઇ ચૂક્યું છે. એલિવેટેડ રૂટ માટે ટેસ્ટિંગ પૈલિંગનું કામ નિર્ધારિત કરેલા રસ્તા પર ચાલી રહ્યું છે. હવે સુરત મેટ્રો રેલ યોજના માટે અંડરગ્રાઉન્ડ સેક્શન માટે દિલ્હીથી ટનલ બોરિંગ મશીન પણ આવી ચૂક્યું છે.
આ મશીન અલગ-અલગ ભાગોમાં આવ્યું છે, જેને એસેમ્બલ કરીને જોડવામાં આવશે.આ પહેલું TBM મશીન છે. હજી બીજા ત્રણ મશીન દેશના અલગ-અલગ જગ્યાઓથી મંગાવવામાં આવશે. આ મશીનને જોડવા માટે અને તેના ટેસ્ટિંગ માટે થાઈલેન્ડથી એક્સપર્ટની ટીમને બોલાવવામાં આવી છે. જે અહીં આવીને આ મશીનને જોડીને તેનું ટેસ્ટિંગ કરીને તેના અંડરગ્રાઉન્ડનું કાર્ય શરૂ કરશે.આ સાથે જ તેના લોન્ચિંગ માટે મદદ કરશે.સુરત મેટ્રો રેલ અધિકારીઓએ જણાવ્યું છે કે કોન્ટ્રાકટર દ્વારા અન્ડરગ્રાઉન્ડ સેક્શનનું કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ થાઇલેંડથી ઓછામાં ઓછા એક ડઝન ટેકનિકલ સ્ટાફ આવતા અઠવાડિયે સુરત આવી જશે.
આ એક્સપોર્ટની ટીમ મશીનને જોડશે અને તેની ટેકનિકલ કાર્યપ્રણાલીઓ દેખરેખ પણ રાખશે. ત્રણ મહિનાની અંદર ટ્રાયલ અને ટેસ્ટિંગ પછી લગભગ દિવાળીની આસપાસ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકે છે.ચોક બજારથી સુરત રેલ્વે સ્ટેશન સુધી 3.47 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે અંડરગ્રાઉન્ડ રસ્તા પર કોન્ટ્રાકટર દ્વારા કામ કરવામાં આવશે. પહેલા TBM મશીનને સુરતને મંગાવવામાં આવ્યું હતું. તેને દિલ્હીથી લાવવામાં આવ્યું છે. આ TBM મશીન દિલ્હીમાં મેટ્રો ફેઝ 3ના અન્ડરગ્રાઉન્ડ સેક્શન માટે કામ કરી ચૂકી છે.
સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું છે કે, આ મશીન ઘણા ભાગોમાં સુરત આવી છે. ત્રણ મહિના એટલે કે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી આ મશીનથી ટેસ્ટ થશે. દિવાળી પછી તેને સુરત સ્ટેશન પાસે લંબે હનુમાન રોડ પર અંડરગ્રાઉન્ડ સેક્શન માટે લોન્ચ કરવાની સંભાવના છે. તે જમીનથી 16 થી 28 મીટર અંડરગ્રાઉન્ડ માં 6.5 મીટરના વ્યાસમાં જમીનને કાપીને આગળ વધશે જ. સાથે સાથે તે કોંક્રિટ લેયર પણ બનાવતું જશે. જેમાં એક મીટરનું લેયર રહેશે.અંડરગ્રાઉન્ડ માર્ગમાં ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ લાભેશ્વર અને સુરત સ્ટેશન સહિત કુલ ચાર સ્ટેશન બનાવાશે. હજી ચાર મહિના ટીબીએમ મશીનનું ટેસ્ટિંગ પણ થશે. લગભગ એક વર્ષ ટનલિંગ પ્રક્રિયામાં તેનો સમય લાગશે. એટલે કે વર્ષ 2023 સુધી આ ટનલ બનીને તૈયાર થઇ જશે. જેના પછી ટનલની અંદર લાઈન બિછાવવામાં આવશે.જમીનની અંદર ટનલિંગ પ્રક્રિયા દરમિયાન લોકોને એવું હશે કે તેનાથી અવાજ આવશે અને ટીબીએમ મશીનથી ઝટકા લાગશે. પણ તે ફક્ત 5.6 હર્ટઝ ફ્રિકવનસી પર હશે. તેની રેન્જ એટલી ઓછી હશે કે લોકો તેનો અનુભવ પણ નહીં કરી શકે. લોકોને હલકી વાઈબ્રેશનનો અનુભવ થશે.

IMG_20210531_180942.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!