‘સેક્યુલર શિક્ષણ કે હિંદુવિરોધી પ્રચારતંત્ર’ આ વિષય પર ઑનલાઈન વિશેષ પરિસંવાદ !

‘સેક્યુલર શિક્ષણ કે હિંદુવિરોધી પ્રચારતંત્ર’ આ વિષય પર ઑનલાઈન વિશેષ પરિસંવાદ !
Spread the love
  • ગાંધી-નહેરુના કાળથી ભારતમાં ખોટો ઇતિહાસ શીખડાવવાનું તંત્ર આજે પણ ચાલુ જ છે ! – શ્રી. શંકર શરણ, જ્‍યેષ્‍ઠ લેખક અને સ્‍તંભલેખક

મહાત્‍મા ગાંધીએ ખિલાફત ચળવળને પીઠબળ આપતી વેળાએ ક્રૂર મોગલ આક્રમકોને સારા કહેવાનો પ્રારંભ કર્યો. તેમનું ઉદાત્તીકરણ કર્યું. જેથી મુસલમાનો ખુશ થઈને સ્‍વતંત્રતા લડાઈમાં સહભાગી થાય; પણ આ નિમિત્તે ખોટો ઇતિહાસ કહેવાનો પ્રારંભ થયો. સ્‍વતંત્રતા પછી સોવિયેત કમ્‍યુનિસ્‍ટોના પ્રભાવથી દેશમાંના શિક્ષણમાં હિંદુ ધર્મને ત્‍યાજ્‍ય ગણવામાં આવ્‍યો. ગાંધી-નહેરુના કાળથી ભૂલભરેલો ઇતિહાસ લખવાનું ચાલુ કરવામાં આવ્‍યું. તેમાંથી ડાબી વિચારસરણીના અર્થાત્ હિંદુવિરોધી વિચાર લોકો પર લાદવામાં આવવા લાગ્‍યા.

હિંદુવિરોધી ઇતિહાસ અનેક દશકોથી શીખવવામાં આવી રહ્યો છે. વર્તમાન શિક્ષણમાં પણ હિંદુવિરોધી અને દેશવિરોધી સૂત્રો સારા કહીને ભણાવવામાં આવી રહ્યા છે, એવું સજ્‍જડ પ્રતિપાદન જ્‍યેષ્‍ઠ લેખક અને સ્‍તંભલેખક શ્રી. શંકર શરણે કર્યું છે. તેઓ ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ વતી આયોજિત ‘સેક્યુલર શિક્ષણ કે પછી હિંદુવિરોધી પ્રચારતંત્ર’ આ ‘ઑનલાઈન પરિસંવાદ’માં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ હિંદુ જનજાગૃતિ સમિતિના સંકેતસ્‍થળ Hindujagruti.org, યુ-ટ્યૂબ અને ટ્વીટર પર 2853 લોકોએ પ્રત્‍યક્ષ નિહાળ્યો.

આ સમયે ‘ભારતીય શિક્ષણ મંચ’ના અખિલ ભારતીય સંયોજક શ્રી. દિલીપ કેળકરે કહ્યું કે, જેએનયુ અને અલીગઢ મુસ્‍લિમ વિશ્‍વવિદ્યાલયોમાં ભારતવિરોધી ઘોષણાઓ સાથે જ સ્‍વા. સાવરકર અને સ્‍વામી વિવેકાનંદના પૂતળાંનું વિડંબન થવા પાછળનું મૂળ કારણ ‘સંપૂર્ણ જીવન અભારતીય હોવું’, એ છે. તેને કારણે આપણે શિક્ષણ સાથે જ ન્‍યાય, ઉદ્યોગ, કલા એવા બધા જ ક્ષેત્રોમાં ભારતીય જીવન પદ્ધતિ લાવવી જોઈએ. જ્‍યારે ‘મધ્‍ય પ્રદેશ સાહિત્‍ય એકેડેમી’ના સંચાલક શ્રી. વિકાસ દવેએ કહ્યું કે, ‘‘સા વિદ્યા યા વિમુક્તયે !’ અર્થાત્ જે શિક્ષણ મુક્તિ આપે છે, તે જ ખરું શિક્ષણ છે. આપણા ઋષિ-મુનિઓએ આંતરિક જ્ઞાનને પ્રગટ કરવાની શિક્ષણપદ્ધતિ ચાલુ કરી હતી. તે શિક્ષણના મૂળ ઉદ્દેશથી આજે આપણે દૂર ફેંકાઈ ગયા છીએ.

જો સારી વ્‍યવસ્‍થા પ્રસ્‍થાપિત કરવી હોય, તો નાનપણથી ધર્મશિક્ષણ આપવું એ સર્વ શ્રેષ્‍ઠ શિક્ષણ છે.’’ આ સમયે બોલતી વેળાએ ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના રાષ્‍ટ્રીય માર્ગદર્શક સદ્‌ગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેએ કહ્યું કે, ભારતીય બંધારણ તો પ્રસ્‍તાવનામાં સહુકોઈને સમાનતાનો હક આપે છે; પણ પ્રચલિત શિક્ષણમાં લઘુમતિ ધરાવનારા અને બહુમતિ ધરાવનારાઓમાં ભેદ અને અસમાનતા છે. બંધારણની કલમ 28 અનુસાર કોઈપણ ધાર્મિક શિક્ષણ માટે સરકારી અનુદાન આપી શકાય નહીં. તેથી બહુમતિ ધરાવનારા (હિંદુઓને) પોતાના ધર્મનું શિક્ષણ આપી શકાતું નથી; પણ કલમ 30 અનુસાર લઘુમતિ ધરાવનારા (મુસલમાનોને) તેમના ધર્મનું શિક્ષણ સરકારી અનુદાન દ્વારા આપી શકાય છે. આ તો સીધી રીતે જ ધર્મના આધાર પર ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જે સંકેલવો જોઈએ.

શ્રી રમેશ શિંદે (રાષ્‍ટ્રીય પ્રવક્તા)
હિંદુ જનજાગૃતિ સમિતિ
સંપર્ક : 99879 66666

Admin

Admin

9909969099
Right Click Disabled!