બાળલૈંગિકતાનો પ્રસાર કરનારી ‘બૉમ્‍બે બેગમ’ વેબ સીરિજ પર પ્રતિબંધ મૂકો ! : હિંદુ જનજાગૃતિ સમિતિ

બાળલૈંગિકતાનો પ્રસાર કરનારી ‘બૉમ્‍બે બેગમ’ વેબ સીરિજ પર પ્રતિબંધ મૂકો ! : હિંદુ જનજાગૃતિ સમિતિ
Spread the love

‘નેટફ્‍લિક્સ’ આ ‘ઓટીટી પ્‍લેટફૉર્મ’ પર ચાલુ રહેલી ‘બૉમ્‍બે બેગમ’ વેબ સીરિજમાં શાળામાં વિદ્યાર્થીઓએ અશ્‍લીલ છાયાચિત્રો જોવાં, નાના બાળકોએ અમલી પદાર્થોનું સેવન કરવું ઇત્‍યાદિ ઉત્તેજિત અને વાંધાજનક દૃશ્‍યો બતાવવામાં આવ્‍યાં છે. સમાજમાં લૈંગિક અત્‍યાચાર અને બળાત્‍કારનું પ્રમાણ વધતું હોય ત્‍યારે આ વેબ સીરિજ દ્વારા બાળલૈંગિકતાનો પ્રસાર કરવો એટલે બાળકો પરના અત્‍યાચારોને પ્રોત્‍સાહન આપવાનો પ્રકાર છે. આ પ્રકરણ અંગે સરકારે ગંભીર દખલ લઈને ‘બૉમ્‍બે બેગમ’ વેબ સીરિજ પર તરત જ પ્રતિબંધ મૂકવો, તેમજ આ વેબ સીરિજના નિર્માતા અને પ્રસારક ‘નેટફ્‍લિક્સ’ પર પણ ‘બાલ ન્‍યાય અધિનિયમ 2015’ ધારા 77નું ઉલ્‍લંઘન કર્યું હોવાના પ્રકરણ અંગે ગુનો પ્રવિષ્‍ટ કરવો, એવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિએ કરી છે.

આ માટે સમિતિએ કેંદ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, મહારાષ્‍ટ્રના ગૃહમંત્રી દિલીપ વળસે-પાટીલ, તેમજ ‘રાષ્‍ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ’ પાસે ઇ-મેલ દ્વારા નિવેદન મોકલાવ્‍યું છે. ‘બૉમ્‍બે બેગમ’ વેબ સીરિજના નિર્માત્રી અલંકૃતા શ્રીવાસ્‍તવ છે અને મુખ્‍ય ભૂમિકામાં અભિનેત્રી પૂજા ભટ છે. ‘રાષ્‍ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગે’ મહારાષ્‍ટ્રના ગૃહ સચિવ અને મુંબઈ પોલીસને પત્ર લખીને સદર વેબ સીરિજના નિર્માતાઓ પર ગુનો નોંધવાનો આદેશ પણ આપ્‍યો છે. આ પ્રકાર ગંભીર છે અને બાલલૈંગિકતાના પ્રસાર અંગે પ્રતિબંધ મૂકવા માટે સરકારે ત્‍વરિત કાર્યવાહી કરવી, એવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિએ કરી છે.

ડૉ. ઉદય ધુરી ( પ્રવક્તા)
હિંદુ જનજાગૃતિ સમિતી
સંપર્ક : 99676 71027

Advertisement
Right Click Disabled!