તમારા અટકી ગયેલા દરેક કામ થશે પુરા કરો ભૈરવ ઉપાસના

તમારા અટકી ગયેલા દરેક કામ થશે પુરા કરો ભૈરવ ઉપાસના
Spread the love

અલગ અલગ કાર્ય પૂર્ણ કરવા માટે ભૈરવ ઉપાસનાના ઘણા બધા મંત્ર છે. જો તમારું કોઈ કામ અટકી ગયેલ છે તો તમારે “ओम ब्रह्म काल भैरवाय फट” આ મંત્રના જાપ કરવાના રહેશે. જો તમારે અથવા તો તમારા સંતાનોને કોઈ ડર કે વિડંબનાથી છુટકારો જોઈતો હોય તો તમારે “ओम भयहरणं च भैरव:” આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર જાપ કર્યાના 24 કલાકમાં તમને તેનો ફાયદો જોવા મળશે.

કાયદાકીય કેસ જીતવા માટેનો મંત્ર
જો તમારે ઘણા સમયથી કોઈ કેસ માટે કોર્ટના ધક્કા ખાવા પડતા હોય અને લાંબા સમયથી કોઈ નિરાકરણ મળતું ના હોય તો તમારે “ऊं हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:।” આ મંત્ર જાપ કરીને તેની સાધના કરવી જોઈએ. આ મંત્રના તમારે ઓછામાં ઓછા 11 જાપ કરવાના રહેશે. આમ કરવાથી તમને ફાયદો ચોક્કસ જોવા મળશે.

ભૈરવ ઉપાસના માટે કયો દિવસ પસંદ કરશો
ભૈરવ ઉપાસના માટે અને ઉપર જણાવેલ મંત્ર જાપ માટે તમે રવિવારનો દિવસ પસંદ કરી શકો. તમે મંગળવાર અથવા શનિવારે પણ પૂજા કરી શકો છો. અડધી રાત્રે 12 વાગ્યાનો સમય ભૈરવ પૂજા માટેનો સૌથી શ્રેષ્ટ સમય છે.

ભૈરવના સ્વરૂપ
વર્તમાન સમયમાં ભૈરવનું ઉપાસના એ બટુક ભૈરવ અને કાળ ભૈરવના સ્વરૂપે કરવામાં આવે છે. તંત્ર સાધનામાં ભૈરવના આઠ સ્વરૂપોની ઉપાસના કરવાની વાત જણાવી છે. આમાં અસિતાંગ ભૈરવ, રુદ્ર ભૈરવ, ચંદ્ર ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મત ભૈરવ, કપાલી ભૈરવ, ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ વગેરે તેમાં આવે છે. કાલિકા પુરાણમાં પણ ભૈરવને શિવજીના ગણ બતાવવામાં આવ્યા છે જેમનું વાહન શ્વાન છે. અહીં પણ ભૈરવના આઠ રૂપ પૂજનીય માનવામાં આવે છે.

ભૈરવની ઉત્પત્તિ
શિવપુરાણ અનુસાર માગશર મહિનાના વદની આઠમના બપોરે ભગવાન શિવના અંશ ભૈરવની ઉત્પતિ થઇ હતી. એટલા માટે આ દિવસે કાળભૈરાવાષ્ટમી તરીકે ઓળખવામાં અને ઉજવવામાં આવે છે. પુરાણ અનુસાર અંધકાસુર રાક્ષસે પોતાની દરેક હદ વટાવી દીધી હતી અને પોતાના અભિમાનના મદમાં તેણે ભગવાન શિવ પર પણ હુમલો કરી દીધો હતો ત્યારે તેનો સંહાર કરવા માટે ભૈરવની ઉત્પતિ થઇ હતી.

પૂજન વિધિ
ભૈરવ ઉપાસના માટે એક ચારમોઢાવાળો માટીનો કે પછી પિત્તળનો દીવો લો. આમાં રાઈનું તેલ રાખીને ચારે દિવા પ્રગટાવો. પૂજા કરવા બેસો તો તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. તમારે પૂજામાં બેસવા માટે લાલ રંગના આસનનો ઉપયોગ કરવાનો રહેશે. ભૈરવ મંત્રના જાપ કરવા માટે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો અને પછી ભૈરવ મંત્રનો જાપ કરવો. જાપ પુરા થાય પછી થાળ ધરાવવાનો અને આરતી કરવાની રહેશે. ત્યારબાદ પ્રસાદ એ બધા સાથે વહેંચીને ખાવ.

કેમ કરવામાં આવે છે ભૈરવ સાધના
કાળ ભૈરવ એ શિવજીનું જ સ્વરૂપ છે એટલા માટે શિવની આરધના કરતા પહેલા ભૈરવની ઉપાસના કરવામાં આવે છે. તેમની આરધના અને પૂજા કરવાથી તમારા દરેક દુખ અને મુશ્કેલી દુર થઇ જશે. કાશી અને ઉજ્જૈનમાં ભૈરવનું સિદ્ધ સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભૈરવની સાધના કરવાથી વ્યક્તિને દરેક સંસારિક દુખથી પણ છુટકારો મળે છે.

કાળભૈરાવાષ્ટમીના દિવસે પણ ભૈરવની આરાધના કરવાથી પણ તકલીફો દૂર થાય છે. આ દિવસે જે એવા ભૈરવ મંદિર જવાનું જ્યા ઓછા લોકો જતા હોય અને ત્યાં સિંદૂર અને તેલ ચઢાવો. આ પછી ભોગ લગાવો અને પૂજા કરો. યાદ રાખો કે અપૂજ્ય ભૈરવની પૂજાથી ભૈરવનાથ વિશેષ પ્રસન્ન થાય છે.

શાસ્ત્રી ચેતનભાઈ જોષી
ઈન્ટરનેશનલ જ્યોતિષ વાસ્તુ સલાહકાર
97121 41300

Admin

Admin

9909969099
Right Click Disabled!