શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા “તોક્તે” વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ કરવાના સેવાયજ્ઞની શરૂઆત

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા “તોક્તે” વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ કરવાના  સેવાયજ્ઞની શરૂઆત
Spread the love

અસરગ્રસ્ત ગામડાઓમાં પતરાંની જરૂરીયાતને ધ્યાનમાં રાખી 25,000 પતરાં વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના 90 જેટલા સ્વયંસેવકો, 18 ટ્રેક્ટરો સાથે પતરા વિતરણની કામગીરીમાં જોડાયા.

” તોક્તે” વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીર સોમનાથ તથા અમરેલી જીલ્લામાં મોટી તારાજી થઇ છે. ગીર ગઢડા, ઉના, રાજુલા અને જાફરાબાદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં મોટાભાગના લોકોએ પોતાના ઘરની છત ગુમાવી છે. પતરાં-નળિયા ઉડી અને તુટી ગયા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસથી ફુડપેકેટ, રાશન કીટ, વિતરણની કામગીરી કરવામાં આવી હતી, કુલ 34,600 જેટલાં ફુડ પેકેટનું વિતરણ કર્યું છે.

અસરગ્રસ્ત ગામડાઓમાં પતરાંની જરૂરીયાતને ધ્યાનમાં રાખી 25,000 પતરાં વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાતાશ્રીઓના સહયોગથી ટ્રસ્ટ દ્વારા પતરાં વિતરણની કામગીરી કરવામાં આવશે.
આજરોજ ગીરગઢડા તાલુકાના ગામડાઓમાં પતરાં વિતરણ શરૂ કરવામાં આવ્યુ. સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના 90 જેટલા સ્વયંસેવકો, 18 ટ્રેક્ટરો સાથે પતરા વિતરણની કામગીરીમાં જોડાયા. શ્રી સોમનાથ ટ્રસ્ટની ટીમ સાથે રહીને જરૂરીયાતમંદોને ઘરે-ઘરે જઇ પતરાંની મદદ પહોચાડે છે, સાથે ભગવાન સોમનાથજીની પ્રસાદી “ચિક્કી પ્રસાદી” પણ આપવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા એક પતરાં ના રૂ. 600/- લેખે દાન આપવા માટે પણ શિવભક્તોને અપીલ કરવામાં આવી છે. પે-ટીએમ તેમજ ટ્રસ્ટના એકાઉન્ટમાં રકમ જમાં કરાવી આ સેવાયજ્ઞમાં જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાર્દિક અપીલ છે.

⚪ સેવાની વિગત
પતરા દાન રૂા.
૦૫ પતરા રૂા.૩,૦૦૦/-

૧૧ પતરા. રૂા.૬,૬૦૦/-

૨૧ પતરા રૂા.૧૨,૬૦૦/-

૩૧ પતરા રૂા.૧૮,૬૦૦/-

૫૧ પતરા રૂા.૩૦,૬૦૦/-

૧૦૧ પતરા રૂા.૬૦,૬૦૦/-

HDFC BANK, VERAVAL BRANCH
A/c no. 02301770000016
IFSC CODE : HDFC0000230
BRANCH CODE : 230
A/c Name: Shree somnath Trust

રિપોર્ટ:- પરાગ સંગતાણી, સોમનાથ

Right Click Disabled!