સૂક્ષ્મમાંનાં સ્‍પંદનોનો અભ્‍યાસ એ આધ્‍યાત્‍મિક પ્રગતિ માટે પાયાભૂત ઘટક

સૂક્ષ્મમાંનાં સ્‍પંદનોનો અભ્‍યાસ એ આધ્‍યાત્‍મિક પ્રગતિ માટે પાયાભૂત ઘટક
Spread the love

કોઈપણ ધાર્મિક અથવા આધ્‍યાત્‍મિક સંશોધનપ્રશિક્ષણ હોય તેમાં સૂક્ષ્મમાંનાં સ્‍પંદનોનો અભ્‍યાસ અત્‍યંત મહત્ત્વનો હોય છે. (સૂક્ષ્મમાંનું જાણી લેવું અર્થાત્ પંચજ્ઞાનેંદ્રિયોમન અને બુદ્ધિની પેલેપાર રહેલું જ્ઞાન અથવા સ્‍પંદનો ઓળખવાંએકાદ જીવને સાધના કરીને આધ્‍યાત્‍મિક પ્રગતિ કરવી હોયતો તેણે સૂક્ષ્મમાંનાં સ્‍પંદનોનો અભ્‍યાસ કરવો અત્‍યંત આવશ્‍યક છેઅધ્‍યાત્‍મમાંના આ પાસાંનો અભ્‍યાસ જેટલો વધારેતેટલી સાધનામાં ભૂલભરેલા માર્ગથી ક્રમણ કરીને માનવી જન્‍મ વ્‍યર્થ જવાની સંભાવના ઓછી હોય છેપર્યાયથી અધ્‍યાત્‍મમાંનું આ પાસું સમજી લેવાથી વ્‍યક્તિ તેના સાધના પ્રવાસમાં આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય નિર્ણય લઈ શકે છેએવું ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ના શ્રીશૉન ક્લાર્કેં કહ્યું. ‘સૂક્ષ્મમાંનાં સ્‍પંદનોનો અભ્‍યાસ – ધાર્મિક શિક્ષણ અને સંશોધનનો પાયાભૂત ઘટક’ આ વિષય પર શોધનિબંધ પ્રસ્‍તુત કરતી વેળાએ શ્રીક્લાર્ક બોલી રહ્યા હતા.

કોર્દાબાસ્‍પેન ખાતે ‘રિલિજન ઇન સોસાયટી રિસર્ચ નેટવર્ક એંડ કોમન ગ્રાઊંડ રિસર્ચ નેટવર્ક્સ’ નામક સંસ્‍થાએ એક અંતરરાષ્‍ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતુંતે ધર્મ અને અધ્‍યાત્‍મ વિષય પર આયોજિત સદર 11મી પરિષદમાં આ શોધનિબંધ પ્રસ્‍તુત કરવામાં આવ્‍યોઆ શોધનિબંધના લેખક પરાત્‍પર ગુરુ ડૉજયંત આઠવલે છે અને શ્રીશૉન ક્લાર્ક સહલેખક છેમહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’એ વૈજ્ઞાનિક પરિષદમાં કરેલી આ 72 મી પ્રસ્‍તુતા હતીઆ પહેલાં ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ વતી રાષ્‍ટ્રીય સ્‍તર પર 15, જ્‍યારે અંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર 56 શોધનિબંધો પ્રસ્‍તુત કરવામાં આવ્‍યા છે અને તેમને અંતરરાષ્‍ટ્રીય પરિષદોમાં ‘ઉત્તમ શોધનિબંધ’ના પુરસ્‍કાર પણ પ્રાપ્‍ત થયા છે.

શ્રીશૉન ક્લાર્કે સૂક્ષ્મમાંનાં સ્‍પંદનોનો અધિક અભ્‍યાસ કરવા માટે ‘પિપ’ અને ‘યુનિવર્સલ ઑરા સ્‍કેનર (યુ..એસ.)’ આ ઉપકરણોનો ઉપયોગ કરીને કરેલા વિવિધ પ્રયોગો અને તેમનાં પરિણામોની પણ જાણકારી આપી.

પ્રયોગ 1. ‘પિપ’ અને ‘યુ..એસ.’ ઉપકરણોનો ઉપયોગ કરીને આ પ્રયોગ અધ્‍યાત્‍મમાંના ગ્રંથો પર કરવામાં આવ્‍યોએમાંથી એક ગ્રંથ વિશ્‍વના લોકપ્રિય અધ્‍યાત્‍મ વિષયક માર્ગદર્શકે લખ્‍યો છેઆ ગ્રંથની લાખો પ્રતિઓ વેચાઈ ગઈ છે અને તેનો સમાવેશ ‘ન્‍યૂયોર્ક બેસ્‍ટ સેલર’ સૂચિમાં પણ છેબીજો ગ્રંથ પોતાને અધ્‍યાત્‍મ વિષયક સંબોધિત ન કરનારા પણ અધ્‍યાત્‍મ વિષયક પુસ્‍તકો લખનારા લેખકે લખ્‍યો છે અને તેનું પણ ભારે પ્રમાણમાં વેચાણ થયું છેતેનો સમાવેશ પણ ‘ન્‍યૂયોર્ક બેસ્‍ટ સેલર’ સૂચિમાં કરવામાં આવ્‍યો છેત્રીજો ગ્રંથ ભારતના પરાત્‍પર ગુરુદેવે લખ્‍યો છેપરાત્‍પર ગુરુ અર્થાત્ જેમનો આધ્‍યાત્‍મિક સ્‍તર 90 ટકા કરતાં વધુ છેએવા ઉચ્‍ચ સ્‍તરના ગુરુસંતોએ લખેલા ગ્રંથોમાંથી સર્વાધિક સકારાત્‍મક સ્‍પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યાં છેએવું કસોટી દ્વારા સિદ્ધ થયુંઅન્‍ય બે લેખકોના ગ્રંથોમાંથી વિવિધ સ્‍તર પર નકારાત્‍મક સ્‍પંદનો નિર્માણ થઈ રહ્યાં છેએમ પણ ધ્‍યાનમાં આવ્‍યું.

પ્રયોગ 2. ઉપરોક્ત ગ્રંથો બે વ્‍યક્તિઓને પ્રત્‍યેક 20 મિનિટ વાંચવા માટે કહેવામાં આવ્‍યું. ‘યુ..એસ.’ પ્રણાલી દ્વારા વ્‍યક્તિઓનું વાચન કરવા પહેલાંનું અને પછીનું પ્રભામંડળ માપવામાં આવ્‍યુંઆ સમયે પ્રથમ બે પુસ્‍તકો વાંચીને ‘આ વ્‍યક્તિઓના પ્રભામંડળોમાં નકારાત્‍મકતા વધી છેએમ ધ્‍યાનમાં આવ્‍યુંત્રીજો ગ્રંથ વાંચ્‍યા પછી આ બન્‍ને વ્‍યક્તિઓમાં નિર્માણ થયેલી નકારાત્‍મકતા નષ્‍ટ થઈ અને તેમનામાં સકારાત્‍મકતા નિર્માણ થઈ.

પ્રયોગ 3આ પ્રયોગમાં ત્રણ ચિત્રકારોએ દોરેલાં મહાલક્ષ્મી દેવીનાં ચિત્રમાંથી પ્રક્ષેપિત થનારાં સ્‍પંદનોનો અભ્‍યાસ કરવા માટે ‘પિપ’ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતોઆમાંથી એક ખ્‍યાતનામ ચિત્રકાર હતાબીજા વ્‍યવસાયિક ચિત્રકાર હતાત્રીજા ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ના ચિત્રકાર સાધક હતાકે જેમણે આ ચિત્ર પરાત્‍પર ગુરુ ડૉઆઠવલેજીના માર્ગદર્શન હેઠળ દોર્યું હતુંતેમાંથી ખ્‍યાતનામ ચિત્રકારે દોરેલાં ચિત્રમાંથી સકારાત્‍મક કરતાં નકારાત્‍મક સ્‍પંદનો વધારે પ્રમાણમાં પ્રક્ષેપિત થતાં હતાંવ્‍યાવસાયિક ચિત્રકારે દોરેલાં ચિત્રમાંથી સકારાત્‍મક સ્‍પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યાં હતાં અને ચિત્રકાર સાધકે દોરેલાં ચિત્રમાંથી અત્‍યાધિક પ્રમાણમાં સકારાત્‍મક સ્‍પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યાં હતાં.

પ્રયોગ 4. ત્રણ ચિત્રકારોએ દોરેલાં મહાલક્ષ્મી દેવીનાં ચિત્રમાંથી પ્રક્ષેપિત થનારાં સ્‍પંદનોનો અભ્‍યાસ ‘યુ..એસ.’ પ્રણાલીની સહાયતાથી પણ કરવામાં આવ્‍યોત્‍યારે ખ્‍યાતનામ ચિત્રકારે દોરેલાં ચિત્રનું નકારાત્‍મક પ્રભામંડળ 1.35 મીટર જેટલું હતુંસાધક ચિત્રકારે દોરેલાં ચિત્રમાં નકારાત્‍મક સ્‍પંદનો નહોતાંઊલટું તેનું 2.56 મીટર જેટલું સકારાત્‍મક પ્રભામંડળ હતું.

પ્રયોગ 5. વિશ્‍વભરના વિવિધ ધાર્મિક સ્‍થળો પરથી લાવેલા જળના 24 નમૂનાઓનો અભ્‍યાસ ‘યુ..એસ.’ ઉપકરણની સહાયતાથી કરવામાં આવ્‍યોતેમાંથી 40 ટકા જળના નમૂનાઓમાંથી નકારાત્‍મક સ્‍પંદનો પ્રક્ષેપિત થઈ રહ્યા હતાંતેમાંથી એક જળના નમૂનાનું નકારાત્‍મક પ્રભામંડળ સર્વોચ્‍ચ અર્થાત્ 4.6 મીટર જેટલું હતું.

પ્રયોગ 6. આ પ્રયોગમાં મૂળ સ્‍વસ્‍તિકઊલટું સ્‍વસ્‍તિક, 45 અંશમાં ઝૂકેલું સ્‍વસ્‍તિક અને નાઝી સ્‍વસ્‍તિકમાંથી પ્રક્ષેપિત થનારાં સ્‍પંદનોનો અભ્‍યાસ ‘યુ..એસ.’ ઉપકરણની સહાયતાથી કરવામાં આવ્‍યોતેમાંથી કેવળ મૂળ સ્‍વસ્‍તિક ચિહ્‌નમાં સકારાત્‍મક પ્રભામંડળ હતુંજ્‍યારે અન્‍ય સર્વેને નકારાત્‍મક પ્રભામંડળ હતુંનાઝી સ્‍વસ્‍તિક ફરતે રહેલું નકારાત્‍મક ઊર્જાનું પ્રભામંડળ હજીસુધી કરવામાં આવેલાં આધ્‍યાત્‍મિક સંશોધનમાં જોવામાં આવેલું સર્વાધિક છેએવું શ્રીક્લાર્કેં કહ્યું.

પ્રયોગ 7આ પ્રયોગમાં પ્રકારની સંગીતશૈલીનું વ્‍યક્તિ પર થનારું પરિણામ ‘યુ..એસ.’ ઉપકરણ દ્વારા માપવામાં આવ્‍યુંતેમાંથી ‘હેવી મેટલ’ સંગીત સાંભળીને નકારાત્‍મકતા વધીશાંત સંગીતનું કાંઈ પરિણામ જણાયું નહીંએક પ્રસિદ્ધ ગાયકના અવાજમાં ભારતીય શાસ્‍ત્રીય સંગીત સાંભળ્યા પછી કેટલાક પ્રમાણમાં સકારાત્‍મકતા વધી અને એક સંતએ ગાયેલું ભક્તિસંગીત સાંભળીને પુષ્‍કળ પ્રમાણમાં સકારાત્‍મકતા વધી.

આ પ્રયોગોનો નિષ્‍કર્ષ કહેતી વેળાએ શ્રીક્લાર્કેં કહ્યું, ‘સાધનાના મૂળભૂત સિદ્ધાંત અનુસાર નિયમિત સાધના કરવાથી આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ સકારાત્‍મક ઊર્જા મળે છે અને નકારાત્‍મક ઊર્જા ન્‍યૂન થાય છેતેમજ સાધનામાંની નિરંતરતાને કારણે થોડા સમય પછી આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ સકારાત્‍મક અને નકારાત્‍મક સ્‍પંદનોમાંનો ફેર પણ સમજાવા લાગે છે.’

શ્રીરૂપેશ રેડકર (સંશોધન વિભાગ)
મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય,
સંપર્ક : 9561574972

Right Click Disabled!