શિવમ ચેરીટેબલ ટ્રસ્ટે 100 લોકોને ભોજન પીરસ્યું.
શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ એ સેક્ટર 6 ના મેદાન પાસે રહેતા મજૂરીકામ કરી ગુજરાન ચલાવનાર લોકોને રોટલી, શાક, દાળ, ભાત અને મીઠાઈ સાથેનું ભોજન પીરસ્યું હતું. 100 થી વધુ લોકોને ટ્રસ્ટ ની બહેનોએ જમાડ્યા. ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. હની પંચાલ એ કોરોના અંગે માર્ગદર્શન આપ્યું તેમજ રસીકરણ વિષે પણ સમજાવ્યું. ટ્રસ્ટ દ્વારા સભ્યો અને એમના પરિવારજનો મિત્રો ના જન્મદિવસ, તેમજ દરેક શુભ પ્રસંગે ગરીબ બાળકોને ભોજન પીરસવામાં આવે છે.