જૂનાગઢ જિલ્લામાં એનએફએસએ રાશનકાર્ડ ધારકોને તા.૧૧ થી ૨0 જુન સુધી વિનામૂલ્યે ઘઉ-ચોખા વિતરણ કરાશે

જૂનાગઢ જિલ્લામાં એનએફએસએ  રાશનકાર્ડ ધારકોને તા.૧૧ થી  ૨0 જુન સુધી વિનામૂલ્યે  ઘઉ-ચોખા  વિતરણ કરાશે
Spread the love

જૂનાગઢ જિલ્લાની ૪૫૯ વ્યાજબી ભાવની દુકાનોએથી ૨,૩૪,૮૫૩ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં-ચોખા મળશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં એનએફએસએ રાશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોંખાનું તા. ૧૧ થી ૨૦ જુન દરમિયાન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. જિલ્લાના અંત્યોદય કાર્ડધારકો ૧૬,૭૩૪ ની જનસંખ્યા ૬૧,૨૯૬ અને એનએફએસએ રાશનકાર્ડ ધારકો ૨,૧૮,૧૧૯ ની જનસંખ્યા ૮,૭૮,૩૬૯ એમ કુલ ૯,૩૯,૬૬૫ લોકોને વ્યકિતદીઠ વિનામુલ્યે અનાજ મળશે.

જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એનએફએસએ રાશનકાર્ડ ધારકોને તા.૧૧ થી ૨૦ જૂન સુધી વિનામૂલ્યે ઘઉ અને ચોખા વિતરણ થશે તા.૧૧ થી તા.૨૦ જુન સુધી વ્યાજબી

ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ વિતરણ થશે.

એનએફએસ એ રાશનકાર્ડ ધારકોને વ્યકિતદીઠ ઘઉ ૩.૫ કિલોગ્રામ, ઘઉ, ચોખા વ્યકિત દીઠ ૧.૫ કિલો વિનામૂ્લ્યે વિતરણ કરવામાં આવશે. જેના રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ હોય તેઓને તા. ૧૧ જૂનના, ૨ માટે તા. ૧૨, અંક ૩માટે તા. ૧૩, અંક ૪ હોય તેમને તા. ૧૪, અંક ૫ માટે તા. ૧૫, અંક ૬ હોય તેમને તા. ૧૬, અંક ૭ માટે તા. ૧૭, અંક ૮ માટે તા. ૧૮, અંક ૯ માટે તા. ૧૯ અને છેલ્લો અંક ૦ હોય તેમને તા. જૂનના, રોજ અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ બાકી રહેતા તમામ રાશનકાર્ડ ધારકોને તા. ૨૧/૬/૨૦૨૧ તથી તા. ૩૧/૬/૨૦૨૧ સુધીમાં જથ્થો મેળવી લેવાનો રહેશે.

રેશનકાર્ડ ધારક પૈકી કોઈ એક સભ્ય પોતાના આધારકાર્ડ તેમજ અસલ રાશનકાર્ડ સાથે રાખી સંબંધિત દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે. સરકાર દ્વારા તમામ નાગરિકોને અનાજ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સનના પાલન સાથે માસ્ક પહેરવુ જરૂરી છે.તેમજિલ્લા પૂરવઠા અધિકારીશ્રી જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!