ગુજરાત અનલોક તરફ છતાં ટ્યુશન કલાસીસ અને કોચિંગ કલાસીસની હાલત કફોડી…!

ગુજરાત અનલોક તરફ છતાં ટ્યુશન કલાસીસ અને કોચિંગ કલાસીસની હાલત કફોડી…!
Spread the love

કોવિડ -19 ની બીજી લહેર માં ગુજરાત અનેક ગંભીર પરિસ્થિતિઓ નો સામનો કરીને આજે અનલોક તરફ જઈ રહ્યું છે. તેવા સમયમાં ગુજરાત માં પ્રતિબંધોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણ માં છુટછાટ આપવામાં આવી રહી છે.લાઈબ્રેરી, બાગ-બગીચા,હોટલ-રેસ્ટોરન્ટ તેમજ જીમમાં 50% કેપેસિટી સાથે ચાલુ કરી શકાશે.તમામ ધાર્મિક સ્થળો 50 વ્યક્તિની મર્યાદા સાથે ખુલ્લા રાખી શકશે.શહેરી અને એસ.ટી.બસો પણ 60% મુસાફરોની કેપિસિટી સાથે ચાલુ રાખી શકશે.તો તેવા સમયમાં ટ્યુશન કલાસીસ અને કોચિંગ કલાસીસ ને 50 % વિદ્યાર્થીઓ સાથે ચાલુ ના કરી શકાય ?

ક્લાસિસને પણ કોવિડ -19 ના નિયમોના પાલન સાથે ખોલવામાં છૂટછાટ આપવી જોઈએ. ધર્મ સ્થાનો ,હોટલ-રેસ્ટોરન્ટ, બાગ-બગીચા,જીમ ખાના, સ્ટેચ્યુ ઓફ યુનિટ વગેરેમાં અનેક રીતે છૂટછાટ આપવામાં આવી છે જ્યારે શિક્ષણ તો પાયા ની બાબત છે.તો તેમાં ટ્યુશન કલાસીસ કે કોચિંગ કલાસીસ ને છૂટછાટ કેમ નહીં ? આવી મજબૂત અને વિકાસીલ સરકાર કેમ કોઈ ચોક્કસ આયોજન કરી શકતી નથી ? અનેક વાલીઓની ફરિયાદ જોવા મળી છે કે ઓનલાઇન શિક્ષણ માં બાળકો બરાબર ભણતા નથી.અને અભ્યાસમાં ખુબજ નબળા થઈ રહ્યા છે. વળી માસ પ્રમોશન મળતા તે આગળના ધોરણમાં પ્રવેશ મળતા તે અભ્યાસ ક્રમ પણ બાળકોને અઘરો લાગશે.

ગુજરાત અનલોક તરફ જઈ રહ્યું છે, અનેક ક્ષેત્રે છૂટછાટ અને રાહત મળતી હોય તેવા સમયમાં બીજા ક્ષેત્રો કરતા શિક્ષણ વધારે મહત્વની બાબત છે. તેમાં પૂરતું ધ્યાન આપી બાળકો શાળાએ અને ટ્યુશન ક્લાસીસ જઈ શકે તેવું કોઈ ચોક્કસ આયોજન કરવું જોઈએ.આવી મહામારી માં કલાસીસ વાળાઓને ભાડામાં કોઈ રાહત મળી નથી અને સમય સર ભાડું પણ લોકોએ ચૂકવ્યુ છે તેવા સમય માં પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવુ પણ અઘરું થઈ ગયું છે.અને ઓનલાઈન અભ્યાસ ના લીધે પૂરતી અને નિયમિત ફી પણ મળતી નથી.તો સરકાર આ બાબતને ગંભીરતા થી લઈ ટ્યુશન કલાસીસ અને કોચિંગ કલાસીસ વાળાઓની મદદે આવી તેમને સહાય આપે અને આગામી દિવસોમાં કોવિડ -19 ની ગાઈડલાઈન ના પાલન સાથે તેમને પણ છૂટછાટ આપે અને ફરીથી તેમનો વ્યવસાય ચાલુ થાય તેવું આયોજન કરે.

આરીફ મુલતાની (અડાલજ)

Right Click Disabled!