ગીર-સોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા

ગીર-સોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા
Spread the love

ગીર – સોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા ગીર – સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે આરોગ્ય વિભાગ દ્વારા ધનિષ્ઠ કામગીરી થઇ રહી છે . કોરોના વિરોધી રસીકરણ , કોરોના ટેસ્ટીંગ , સર્વેલન્સ કામગીરી , આરોગ્ય રથ દ્વારા અંતરયાળ ગામોમાં આરોગ્યની તણાસણીની કામગીરી કરવામાં આવી રહી છે . આ કામગીરીના ભાગરૂપે ગીરસોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે . વેરાવળ અર્બનમાં ૨૭૫૮ , વેરાવળ તાલુકામાં , સુત્રાપાડા તાલુકામાં ૭૫૬ , કોડીનાર તાલુકામાં ૭૯૨ , ગીરગઢડા તાલુકામાં ૩૯૮ , ઉના અર્બનમાં ૬૧૨ , ઉના તાલુકામાં પ ૯૬ અને તાલાળા તાલુકામાં ૮૬૫ કુલ ૭૮૬૩ દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થયા છે . જ્યારે એકટીવ કેસ વેરાવળ અર્બનમાં ૧૩૪ , વેરાવળ તાલુકામાં ૬૦ , ઉના અર્બનમાં ૮ , ઉના તાલુકામાં ૭ , કોડીનાર તાલુકામાં ૩૦ , ગીરગઢડા તાલુકામાં ૨ , સુત્રાપાડા તાલુકામાં ૬૩ અને તાલાળા તાલુકામાં ૪૦ કુલ ૩૪૯ પોઝીટીવ કેસ એકટીવ છે . જિલ્લાના રીકવરી રેટ ૯૩ ટકા છે . તેમ જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે .

રિપોર્ટ:- પરાગ સંગતાણી, ગીરસોમનાથ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!