પંચાયત વિભાગની આરોગ્યશાખાની MPHWAFHW વર્ગ -૩ ની સીધી ભરતી સત્વરે કરવા બાબતે ડીડીઓ ને રજૂઆત

પંચાયત વિભાગની આરોગ્યશાખાની MPHWAFHW વર્ગ -૩ ની સીધી ભરતી સત્વરે કરવા બાબતે  ડીડીઓ ને રજૂઆત
Spread the love

પંચાયત વિભાગની આરોગ્યશાખાની MPHWAFHW વર્ગ -૩ ની સીધી ભરતી સત્વરે કરવા બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા ડીડીઓ ને રજૂઆત કરવામાં આવી.

છેલ્લા 4.5 વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્રારા લેવાતી જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂબજ અગત્યની ગણાતી એવી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ -3 અને ફીમેલ હેલ્થ વર્કર વર્ગ -3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય . આમ જોઈએ તો આ ભરતી પરીક્ષાનું આયોજન સરકારના 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2013 થી વર્ષે બે વર્ષે થતું હતું પરંતુ છેલ્લે 24 નવેમ્બર 2016 માં જીલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્રારા સીધી ભરતી કર્યા બાદ કોઈ સીધી ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી જેથી વધતી જતી ઉંમર અને બેરોજગારી દિવસ – રાત યુવાઓને સતાવે છે જે માંથી કેટલાક મિત્રોની ઉંમર 34 વર્ષથી પણ વધારે થઈ ગઈ છે જે એક ખતરાની ઘંટી સામાન છે .છેલ્લા સાત – આઠ વર્ષથી સરકાર દ્રારા કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટસોર્સિંગ (ખાનગી એજન્સી ) ના માધ્યમથી જુદી જુદી જિલ્લા પંચાયત દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11 માસના કરાર આધારીત MPHW & FHW વર્ગ-3 ની ભરતી કરવામાં આવે છે જેમા શોષણ , અપુરતો પગાર અને લાચારી સીવાય બીજુ કશુજ મળતું નથી જે ખરેખર સીધી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારનું હળાહળતો અન્યાય છે માટે કોન્ટ્રાક્ટ બેઝ અને આઉટ સોર્સિંગ ( ખાનગી એજન્સી ) ના માધ્યમથી કરવામાં આવતી ભરતી અને આ સંપુર્ણ સિસ્ટમ કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તેના સ્થાને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઇને મેરીટના ધોરણે કાયમી સીધી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત ગીર સોમનાથ જિલ્લા ના સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ ના મયુર ચાંડપા અને વિપુલ રામ તેમજ તેમની ટીમ દ્વારા ડીડીઓ ને કરવામાં આવી હતી.

Right Click Disabled!