વેરાવળ અને અલગ અલગ સ્થળોએ એ.ટી.એમ. કાર્ડ બદલી ૨૭ જેટલા ફોર્ડનાં ગુન્હા કરનારની જામીન અરજી નામંજુર

વેરાવળ અને અલગ અલગ સ્થળોએ એ.ટી.એમ. કાર્ડ બદલી ૨૭ જેટલા ફોર્ડનાં  ગુન્હા કરનારની જામીન અરજી નામંજુર
Spread the love

વેરાવળ શહેર માં એ.ટી.એમ. કાર્ડ બદલી ખાતેદારના નાણા ઉપાડી લઈ છેતરપીંડી કરનાર અસ્ફાક અબ્દુલ ગફાર પંજાને વેરાવળ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી ઉંડાણ પૂર્વક તપાસ કરતા આ ઈસમે ફરીયાદી તથા સાહેદને છેતરી એ ટી એમ . કાર્ડ બદલી તેમના ખાતામાંથી નાણા ઉપાડી લીધેલા અને આ ઈસમે મુંબઈ , અમદાવાદ તેમજ માળીયા હાટીના , વેરાવળ જેવા અલગ અલગ શહેરોમાં માણસોને છેતરીને તેમના એ.ટી.એમ. કાર્ડ બદલી અલગ અલગ સ્થળોએ ૨૭ જેટલા ગુન્હાઓ આચરેલાનું ખુલતા હાહાકાર મચેલ. જેની પોલીસે ખુબજ ગંભીરતા પુર્વક તપાસ કરી આરોપીને કોર્ટમાં રજુ કરેલ જેનો રીમાન્ડનો સમય પુર્ણ થતા વેરાવળ ની કોર્ટમાં રજુ કરવામાં આવતા સરકાર તરફે એ.પી.પી. નિગમ જેઠવા એ દલીલ કરતા જણાવેલ કે , આ ઈસમે ફરીયાદી તેમજ સાહેબને છેતરીને તેમના એ.ટી.એમ. કાર્ડ બદલીને તેમના નાણા ઉપાડી લીધેલ તેવીજ રીતે ઘણા લોકોને ભોગ બનાવેલ હોય અને આવા ઈસમના કારણે સમાજમાં દુષણ ફેલાય અને આવા ગુન્હાઓને પ્રોત્સાહન મળે છે અને આ ઈસમ પાસેથી રોકડ રકમ અને ૧૭ જેટલા અલગ અલગ વ્યકિતઓના એ.ટી.એમ. કાર્ડ કબજે થયેલા છે જે આવી રીતે ભોગ બનાવેલા વ્યકિતઓના જ છે જેથી આવા વ્યકિતને જામીન ઉપર છોડવાથી ગુન્હાઓને પ્રોત્સાહન મળશે. સરકાર તરફેથી આવી રજુઆતને ધ્યાને લઈ વેરાવળ ચીફ જયુડી મેજી. બી . વી . સંચાણીયા સાહેબે જામીન અરજી નામંજુર કરી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવેલ છે.

રિપોર્ટ:- પરાગ સંગતાણી, વેરાવળ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!