ગુજરાતી હાસ્ય કલાકાર ખજુરભાઈ ગીરગઢડાનાં સોનારીયા ગામના ત્રણ પરિવારોને મકાન બનાવી આપશે

ગુજરાતી હાસ્ય કલાકાર ખજુરભાઈ ગીરગઢડાનાં સોનારીયા ગામના ત્રણ પરિવારોને મકાન બનાવી આપશે
Spread the love

છેલ્લા કેટલાંક દિવસો થી ગુજરાતમાં જેની સેવાઓની ઠેર ઠિર ચર્ચા થઈ રહી છે . તેવા હાસ્ય કલાકાર ખજુરભાઈ એટલે કે નીતીનભાઈ જાનીએ સૌરાષ્ટ્રમાં અનેક પ્રકારની સેવા કરી અને સિવાની જ્યોત જલાવી છે . તેમણે અગાઉ ચાર પરિવારોને મકાન બનાવી આપ્યા છે . ત્યારે આજે ફરી ત્રણ પરિવારોના મકાન બનાવી આપવાની જાહેરાત કરી છે . આજે ખજુરભાઈ અને તેની ટીમએ
સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના સોનારીયા ગામની મુલાકાત લીધી હતી ત્યારે આર્થિક રીતે ૩ નબળા પરિવારોની હાલત જો ઈને સ્થળ ઉપર જ આ પરિવારોના મકાન બનાવવાનું નકકી કરેલ અત્રે વાંચકમિત્રોને એ જણાવી દઈએ કે , ખજુરભાઈ જે જાહેરાત કરે છે . તે કામ કરીને જ અગાઉ ખજુરભાઈએ રાજુલા તાલુકાના વાવડી ગામે ગીતાબેનનું
મકાન બનાવી દીધું છે . જ્યારે ઉના તાલુકાના સીમર ગામે માલુબેનના મકાનનું નિર્માણ કાર્ય ચાલું છે . તેમજ સીમર ગામે એક બ્રાહ્મણ પરિવારને મકાનના પતરા અને પીઢીયા નાખી દીધેલ છે . ખજુરભાઈની આ સેવાની પુરાએ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે . અને સૌ તરફથી ખજુરભાઈને શુભેચ્છાઓ અને અભિનંદન પણ મળી રહ્યા છે .

રિપોર્ટ:- હર્ષદ બાંભણીયા, ઉના

Right Click Disabled!