‘હાય રે મોદી તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ’ના નારા

‘હાય રે મોદી તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ’ના નારા
Spread the love

સુરત શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં થયેલા ધરખમ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સતત બીજા દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ‘હાય રે મોદી તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ’ના નારા લગાવ્યા હતા

સરકાર સો રહી હે જનતા રો રહી હૈ જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અલગ-અલગ વિધાનસભા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા. કોરોના કાળમાં લોકો પાસે રોજગારી નથી, આવકના સાધનો પણ ઉભા થઇ રહ્યા નથી તેવા સમયે કેન્દ્ર સરકારે ઇંધણના ભાવમાં વધારો ન થાય તેવી નીતિને અમલમાં લાવી જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારની અનઆવડતના કારણે મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.સરકાર માત્ર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપકોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું કે,

કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવને અંકુશમાં રાખવા માટે આયોજન કરવામાં સદંતર નિષ્ફળ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા હોવા છતાં પણ સરકારે લૂંટ ચલાવી છે. તેની સીધી અસર મધ્યમ વર્ગ ઉપર થઈ રહી છે. સરકારનું વલણ લોકશાહી નહીં પરંતુ તાનાશાહ જેવું છે. પ્રજા હવે ભાજપના શાસનથી ત્રસ્ત થઈ ગઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ પર લગાવેલા ટેક્સ ઓછા કરે તો પણ લોકોને મોટી રાહત થઈ શકે એમ છે.

પરંતુ સરકાર માત્ર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત હોય તેવું લાગે છે. કાર્યક્રમ સ્થળ ઉપર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. સાથે જ વિરોધ કરનારા 40ની અટકાયત કરી લેવામાં આવી હતી.

રિપોર્ટ: વિનોદ મેઘાણી-સુરત

untitled3_1623479978.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!