લાંચ લેતા આકારણી વિભાગનો કલાર્ક ઝડપાયો

લાંચ લેતા આકારણી વિભાગનો કલાર્ક ઝડપાયો
Spread the love

સુરત લિંબાયત ઝોનના આકારણી વિભાગનો કલાર્ક બાંધકામમાં વેરો ઓછો બતાવવા માટે 5 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો 42 હજારનો પગારદાર આકારણી ક્લાર્ક 1 મહિના પછી નિવૃત થવાનો હતો

સરકારી તિજોરીને ચૂનો ચોપડતો ક્લાર્ક આવા ઘણા લોકો પાસેથી વેરો ઓછો બતાવવા લાખોની રકમ પડાવી હોવાની વાતો સામે આવી રહી છે.લાંચિયા કલાર્કને ઝડપી પાડવા એસીબીએ મોડીરાતે ડિંડોલી ચાર રસ્તા સાંઇ પોઇન્ટ પાસે વોચ ગોઠવી હતી. લાંચની રકમ લેવા આવેલો આકારણી વિભાગનો 58 વર્ષીય કલાર્ક અમૃત વસ્તાભાઈ પરમાર રહે.અમરોલી 5 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો.

કલાર્કને લાંચના છટકામાં પકડી પાડવા માટે સાંજથી એસીબીની ટીમે જાળ બિછાવી હતી પરંતુ લાંચિયો કલાર્ક હમણાં આવું છું, હમણાં આવું છું એમ કહી આવતો ન હતો, બાદમાં મોડીરાત્રે કરફ્યુના સમય દરમિયાનમાં એસીબીની ટીમના હાથે ઝડપાયો હતો.
અગાઉ 4 હજાર લીધા લિંબાયતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે લિંબાયત સાઉથ ઝોનમાં પ્લોટની માપણી કરાવી હતી. તે વખતે લાંચિયા ક્લાર્ક અમૃત પરમારે 5 હજારની માંગણી કરી હતી. જે તે વખતે દુકાનદારે 4 હજાર કલાર્કને આપ્યા હતા.

 

રિપોર્ટ: વિનોદ મેઘાણી-સુરત

32_1623451808.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!