સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S21+ પર રૂ. 10,000નું ઈન્સ્ટન્ટ કેશબેક જાહેર

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S21+ પર રૂ. 10,000નું ઈન્સ્ટન્ટ કેશબેક જાહેર
Spread the love

ગુરુગ્રામ, ભારત, 8 જૂન, 2021- સેમસંગે ભારતમાં ગેલેક્સી S21+પર તેનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. ગ્રાહકો સેમસંગ ગેલેક્સી S21+(એસ૨૧પ્લસ) ખરીદી કરવા માગતા હોય તો તેમને રૂ. 10,000નું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે, જેને કારણે 128GB પ્રકાર માટે રૂ. 71,999 અને 256GB પ્રકાર માટે રૂ. 75,999 સુધી તેની પ્રીમિયમ ફ્લેગશિપ અસરકારક કિંમત નીચે આવશે. ગેલેક્સી S21+(એસ૨૧પ્લસ) આકર્ષક, પ્રતીકાત્મક ડિઝાઈન, એપિક પ્રો- ગ્રેડ કેમેરા અને ગેલેક્સી ડિઝાઈનમાં પહેલી જ વાર અત્યાધુનિક પ્રોસેસર સાથે આવે છે.

સેમસંગે ગેલેક્સી S21(એસ૨૧) સિરીઝની ખરીદી પર આકર્ષક બંડલ ઓફરો પણ રજૂ કરી છે. ગ્રાહકો હવે ફક્ત રૂ. 990માં રૂ. 15,990 મૂલ્યનો ગેક્સી બડ્સ પ્રો વસાવી શકે અથવા ગેલેક્સી S21 અલ્ટ્રા, ગેલેક્સી S21+(એસ૨૧પ્લસ) અથવા ગેલેક્સી S21(એસ૨૧)ની ખરીદી પર રૂ. 10,000 મૂલ્યનું સેમસંગ શોપ વાઉચર મેળવી શકે છે. આ ત્રણેયગેલેક્સી S21(એસ૨૧) ડિવાઈસ ભારતમાં અત્યંત ઝડપી 5G રેડી છે.

દરમિયાન ગેલેક્સી S21(એસ૨૧)અલ્ટ્રા અથવા ગેલેક્સી S21(એસ૨૧) ખરીદી કરવા માગનારા ગ્રાહકો અનુક્રમે રૂ. 10,000 અને રૂ. 5000 સુધી અપગ્રેડ બોનસ મેળવી શકે છે. વૈકલ્પિક રીતે આ ડિવાઈસીસ સરળ ઈએમઆઈ વિકલ્પોમાં એચડીએફસી બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ સાથે અનુક્રમે રૂ. 10,000 અને રૂ. 5000ની બેન્ક કેશબેક ઓફર સાથે પણ આવે છે.

ગેલેક્સી S21(એસ૨૧)અલ્ટ્રા સેમસંગની અત્યાધુનિક અને ઈન્ટેલિજન્ટ પ્રો- ગ્રેડ કેમેરા સિસ્ટમ, ગેલેક્સીમાં સૌથી બ્રાઈટ અને સ્માર્ટ ડિસ્પ્લે અને સ્માર્ટફોનમાં ઉત્તમ ગેલેક્સી પરફોર્મન્સ પ્રદાન કરે છે. ગેલેક્સી S21(એસ૨૧) અલ્ટ્રા અને ગેલેક્સી S21(એસ૨૧)ની કિંમત અનુક્રમે રૂ. 104,999 અને રૂ. 69,999 છે. બધી ઓફર તુરંત અમલ સાથે લાગુ થશે અને સેમસંગ શોપ (Samsung.com/in), સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, અગ્રણી રિટેઈલ સ્ટોર્સ અને ઈ-કોમર્સ પોર્ટલ્સમાં 30 જૂન, 2021 સુધી માન્ય રહેશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!