રાજકોટ માં વોર્ડનં.૧૫ના વોર્ડ ઓફિસરે કોંગી કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું.તેઓ પહોંચે તે પહેલાં જ કાર્યક્રમ સમેટી લીધો.

રાજકોટ માં વોર્ડનં.૧૫ના વોર્ડ ઓફિસરે કોંગી કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું.તેઓ પહોંચે તે પહેલાં જ કાર્યક્રમ સમેટી લીધો.
Spread the love

રાજકોટ માં વોર્ડનં.૧૫ના વોર્ડ ઓફિસરે કોંગી કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું. તેઓ પહોંચે તે પહેલાં જ કાર્યક્રમ સમેટી લીધો. જેના વિરોધમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા કમિશનર ચેમ્બર બહાર ધરણા પર બેસી ગયા હતા.

રાજકોટ મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા ભાનુબેને ડેશબોર્ડનો આરંભ કરાવ્યો હતો. આ વેળાએ તેના વૉર્ડના સાથી ત્રણેય કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. દરમિયાન આજથી વેક્સિનેશન ઓલનો શુભારંભ દ્વારા અલગ-અલગ આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરવામાં આવ્યો છે. જેનું આમંત્રણ આપવામાં વૉર્ડનં.૧૫ના વોર્ડ ઓફિસરે દાખવેલી ભેદભાવ ભરી નીતિના વિરોધમાં વોર્ડના ૪ પૈકી ૩ કોર્પોરેટર પૂર્વ વિપક્ષીનેતા વશરામ સાગઠિયા, મકબુલ દાઉદાણી, કોમલબેન ભારાઈ ધરણા પર બેસી ગયા હતા. પોતાના વૉર્ડનો જ કાર્યક્રમ હોવા છતાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. જોકે ધરણાં દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વોર્ડ ઓફિસર સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની સુચના અને ખાત્રી આપતાં કોંગ્રેસના કોર્પોરેટ ધરણા કાર્યક્રમ સમેટી લીધો હતો. વોર્ડનં.૧૫ ના વોર્ડ ઓફિસરે માત્ર ગણતરીની મિનિટો પહેલાં જ વોર્ડના કોંગી કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું અને તેઓ પહોંચે તે પહેલાં જ કાર્યક્રમ સમેટી લીધો. જેના વિરોધમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલ દાઉદાણી અને કોમલબેન ભારાઈ કમિશનર ચેમ્બર બહાર ધરણા પર બેસી ગયા હતા. દરમિયાન કમિશનરે વોર્ડ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપતા તેઓએ ધરણાનો અંત આણ્યો હતો

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!