શ્રી માધ્યમિક  શાળા – આલીદરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી, સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરવામાં આવ્યુ

શ્રી માધ્યમિક  શાળા – આલીદરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી, સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરવામાં આવ્યુ
Spread the love
 સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શ્રી માધ્યમિક શાળા – આલીદરનાં આચાર્ય અને શિક્ષકોએ યોગ અને પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિવસની ઊજવણી કરી હતી. તેમજ  જીવનમાં યોગ અને પ્રાણાયામના મહત્વની સમજૂતી  NSS ના  સ્વયં સેવકોને આપવામાં આવી હતી સાથે સાથે શાળામાં આજના નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસને સોમવારનાં પાવન દિવસે ભગવાન સત્યનારાયણની કથાનું પણ  આયોજન કરેલ અને માં સરસ્વતીનું વિદ્યામંદિર વહેલું ખુલે અને ફરી શિક્ષણ સાધના શરૂ થાય અને હજારો બાળકોનો અભ્યાસ દીપ પુનઃ પ્રજજ્વલિત થાય તથા ફરી બાળકોના મધુર કલરવથી શાળા ગુંજી ઉઠે અને  શાળાના સુના વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો મધુર સંવાદ જીવંત બને તથા કોરોના મહામારી  નષ્ટ થાય અને સમગ્ર દેશ આ કપરા કાળની ભયાનકતાની ઓથારમાંથી બહાર આવે  તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમાગ્ર કાર્યક્રમનું આયોજન તથા વ્યવસ્થાપન શાળાના શિક્ષક અને  NSSના પ્રોગ્રામ ઓફિસર  તથા ગીર સોમનાથ જિલ્લા ઉ. માં. શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી કાળુસિંહ ડોડીયા સાહેબ  દ્વારા કરવામાં આવ્યુ હતુ  આ તકે  શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફ ગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયા હતા.
Admin

Admin

9909969099
Right Click Disabled!