ગાંધીનગરમાં 200થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ગાંધીનગરમાં 200થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું
Spread the love

ગાંધીનગર સોશ્યિલ એકટીવીટી ગ્રુપ અને 2018 બેચના હિસાબી અધિકારીઓ ઘ્વારા ૨૦ મી જૂન રવિવાર ના દિવસે સવારે ૬: ૦૦ થી ૮: ૦૦ સેક્ટર ૮ ની સરકારી પ્રાથમિક શાળા ગાંધીનગર માં ૬૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પેલ્ટો ના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ શાળા માં કાર્યક્રમ હિસાબી અધિકારી અને ગુજરાત રાજ્યના એક ખુબ સંવેદનશીલ લેખિકા એવા શ્વેતા મહેતા (વિન્ગ કમાન્ડર તાપસ રંજન સાહુ સર ના ધર્મપત્ની), જેમણે ત્રણ માસ પહેલા કોરોનામા પોતાનો જીવ ગુમાવ્યો તેમના પર્યાવરણ તેમજ વૃક્ષારોપણ પ્રત્યેના લગાવ અને વિચારોને જીવંત રાખવાના પ્રયાસ રૂપે યોજવામા આવ્યો હતો.

વિન્ગ કમાન્ડર તાપસ રંજન સાહુ સર ઘ્વારા નજીક ના દિવસો માં વધુ માં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અને તેમના આવા દ્રઢ સંકલ્પ ને ગાંધીનગર સોશ્યિલ એકટીવીટી ગ્રુપ ઘ્વારા વધાવી લેવામાં આવ્યો છે. ત્યાર પછી ગાંધીનગર સોશ્યિલ એકટીવીટી ગ્રુપ અને સેક્ટર-૨૬ ગ્રીન સિટી ના રહેવાસી ઓ ઘ્વારા ૮: ૦૦ થી ૧૧ સેક્ટર-૨૬ ગ્રીન સિટી હનુમાન મંદિર આગળ ૧૫૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં બોરસલી, મહુડા, બહેડા, પેલ્ટો, સરગવો, જાંબુ, બીલી પત્ર અને લીમડા ના વૃક્ષો લગાવામાં આવ્યા છે. સેક્ટર-૨૬ ગ્રીન સિટી ના રહેવાસી ઓ ઘ્વારા વૃક્ષો મોટા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી દિવસો માં પણ સેક્ટર ૨૭, સેક્ટર ૧૬ અને સેક્ટર ૨૦ ની સરકારી પ્રાથમિક શાળા ગાંધીનગર માં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું છે.

Right Click Disabled!