સેમસંગ દ્વારા વી કેર ફોર યુ પ્રોગ્રામના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા અને સુવિધા માટે શોપ બાય એપોઈન્ટમેન્ટ રજૂ કર્યો

સેમસંગ દ્વારા વી કેર ફોર યુ પ્રોગ્રામના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા અને સુવિધા માટે શોપ બાય એપોઈન્ટમેન્ટ રજૂ કર્યો
Spread the love

૨૦૨૧- ભારતની સૌથી વિશ્વાસપાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના વી કેર ફોર યુ પ્રોગ્રામના ભાગરૂપે નવી ગ્રાહક પહેલોની ઘોષણા કરી છે. આ નવી પહેલો સેમસંગ પ્રોડક્ટો ખરીદી કરવા માગતા ગ્રાહકોની સુરક્ષા, આરોગ્ય અને સુવિધાની ખાતરી રાખશે. ગ્રાહકો હવે નવી વિશિષ્ટતા શોપ બાય એપોઈન્ટમેન્ટ લઈ શકે છે, જેમાં તેમના નજીકના સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ ખાતે ઝંઝટમુક્ત અનુભવ માટે વ્હોટ્‌સએપ થકી ઓનલાઈન શોપિંગ એપોઈન્ટમેન્ટ બુક કરવાની તેમને આઝાદી આપે છે. ગ્રાહકો સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ ખાતે શોપિંગ કરવા સમયે સેમસંગ સ્ટુડન્ટ એડવાન્ટેજ પ્રોગ્રામ, સેમસંગ રેફરલ એડવાન્ટેજ પ્રોગ્રામ અને સેમસંગ સ્માર્ટ ક્લબ મેમ્બરશિપ જેવી વધારાની ઓફરો મેળવી શકે છે.

સેમસંગમાં ગ્રાહક સુરક્ષા અને આરોગ્ય અમારી ટોચની અગ્રતા રહી છે. આથી જ અમે વી કેર ફોર યુ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનું લક્ષ્ય ગ્રાહકને ચિંતામુક્ત અને સુરક્ષિત શોપિંગ અનુભવ સાથે કક્ષામાં અવ્વલ પ્રોડક્ટો અને સેવાઓ આપવાનું છે. નવી રજૂ કરાયેલી શોપ બાય એપોઈન્ટમેન્ટ સેવાથી ગ્રાહકો તેમના નજીકના સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર ખાતે અંગત શોપિંગ એપોઈન્ટમેન્ટ બુક કરી શકે છે. ગ્રાહકો હોમ ડેમો અથવા હોમ ડિલિવરી સેવા પણ બુક કરી શકે છેઅને તેમનાં ઘરે બેઠાં બએઠાં આરામથી ગેલેક્સી ડિવાઈસીસનો અનુભવ કરી શકે છે. આ સેવાઓ ૯૮૭૦-૪૯૪૯૪૯પર ‘મ્ર્ર્ા’મોકલીને વ્હોટ્‌સએપ થકી આસાનીથી બુક કરી શકે છે અને ગ્રાહકો તેમને માટે રખાયેલા ઘણા બધા ખાસ લાભો મેળવી શકે છે. અમને આશા છે કે અમારા ગ્રાહકો આ સેવાઓ અને લાભોનો ઉપયોગ કરશે અને સુરક્ષિત અને આરોગ્યવર્ધક રહેશે, એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટમોહનદીપ સિંહે જણાવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!