રાજકોટ માં જીલ્લા N.S.U.I દ્રારા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધસી જઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

રાજકોટ માં જીલ્લા N.S.U.I દ્રારા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધસી જઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
Spread the love

રાજકોટ માં જીલ્લા N.S.U.I દ્રારા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધસી જઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. N.S.U.I દ્વારા કચેરીએ રામધૂન બોલાવવામાં આવી છે. એટલું જ નહીં શિક્ષણાધિકારીના પગ પકડી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે તેમણે વાત કરતા જણાવ્યું કે ખાનગી સ્કુલોની ફી બાબતે દાદાગીરી ઉપર અંકુશ ડામવા બાબતે અવાજ ઉઠાવવો જરૂરી છે. અમે જીલ્લા શિક્ષણ અધિકારીને ફી માફીની રજુઆત અને આવેદનપત્ર આપી માંગ કરી છે. આ ઉપરાંત જીલ્લા શિક્ષણ અધિકારીના ટેબલ પર N.S.U.I સભ્યોએ બંગડીઓ ફેકી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આજ દીન સુધી મળેલી ફરિયાદો અને તેમના પર કાર્યવાહી માહીતી ના આપાતા ચેમ્બરમાં જોરશોરથી રામધૂન બોલાવી હતી. વિરોધ કરનારા ૫ કાર્યકરોની પોલિસે અટકાયત કરી છે. આ કાર્યક્રમમાં N.S.U.I ના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, સેવાદળના પ્રમુખ મુંધવા, ભાવેશ પટેલ, N.S.U.I ના અભિરાજ તલાટિયા, પાર્થ બગડા, મોહીલ ડવ, માનવ સોલંકી, જીલ ડાભી, હુસેન હીરાણી, પ્રશાંત રાઠોડ સહીત કાર્યકરો જોડાયા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Right Click Disabled!