વટપૂર્ણિમાનું મહત્ત્વ, તેમજ આપત્‍કાળમાં આ વ્રત કેવી રીતે ઊજવવું ?

વટપૂર્ણિમાનું મહત્ત્વ, તેમજ આપત્‍કાળમાં આ વ્રત કેવી રીતે ઊજવવું ?
Spread the love

પતિને દીર્ઘાયુષ્‍ય મળે અને સાત જન્‍મ તેની પ્રાપ્‍તિ થાય તે માટે હિંદુ સ્‍ત્રીઓ વટપૂર્ણિમાનું વ્રત કરે છે. વાદવિવાદમાં યમદેવને હરાવીને પતિના હરણ કરેલા પ્રાણ પાછા મેળવનારાં સાવિત્રીના પતિવ્રતાના પ્રતીક તરીકે આ વ્રત કરવામાં આવે છે. સાવિત્રી અને યમદેવનું વડલાના વૃક્ષ નીચે સંભાષણ થયું હોવાથી આ દિવસે વટવૃક્ષને મહત્ત્વ પ્રાપ્‍ત થયું. વટવૃક્ષ અને વટપૂર્ણિમાનું મહત્ત્વ સનાતન સંસ્‍થા વતી સંકલિત કરેલા આ લેખ દ્વારા સમજી લઈએ. હજી પણ કોરોનાનો પ્રાદુર્ભાવ અનેક ઠેકાણે હોવાથી આ વર્ષે પણ કોરોનાની પાર્શ્‍વભૂમિ પર અનેક ઠેકાણે આ વ્રત હંમેશાંની જેમ ઊજવવા માટે મર્યાદાઓ આવી શકે છે. પ્રસ્‍તુત લેખમાં કોરોના સંકટકાળમાં નિર્બંધો વચ્‍ચે પણ આપત્‍કાળમાં આ વ્રત કેવી રીતે ઊજવવું ? એ પણ આપણે સમજી લઈશું.

૧. તિથિ વટપૂર્ણિમા આ વ્રત જેઠ પૂર્ણિમાએ કરાય છે.

૨. ઉદ્દેશ સાવિત્રીની જેમ પોતાના પતિનું આયુષ્‍ય વૃદ્ધિંગત થાય; તેથી સ્‍ત્રીઓએ આ વ્રત કરવાનો આરંભ કર્યો.

૩. સાવિત્રીનું મહત્ત્વ ભરતખંડમાં પ્રખ્‍યાત રહેલી પતિવ્રતાઓમાંથી એક સાવિત્રી એ જ આદર્શ તરીકે માનવામાં આવે છે. તેમજ તેમને અખંડ સૌભાગ્‍યના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે.

૪. વ્રતના દેવતા વટપૂર્ણિમા વ્રતના મુખ્‍ય દેવતા સાવિત્રી સહિત બ્રહ્મદેવ છે અને સત્‍યવાન, નારદ તેમજ યમધર્મ આ ગૌણ દેવતાઓ છે.

૫. વટવૃક્ષનું મહત્ત્વ
યમદેવે સત્‍યવાનના પ્રાણ હરી લીધા પછી સાવિત્રીએ યમદેવ સાથે ત્રણ દિવસ શાસ્‍ત્રચર્ચા કરી. ત્‍યારે પ્રસન્‍ન થઈને યમદેવે સત્‍યવાનને ફરી જીવિત કર્યા. શાસ્‍ત્રચર્ચા વટવૃક્ષની નીચે થઈ; તેથી વટવૃક્ષ સાથે સાવિત્રીનું નામ જોડાઈ ગયું.

  • અ. ‘ભલે પ્રલય થાય, તો પણ વડલો હોય છે જ. તે યુગાન્‍તનો સાક્ષીદાર છે.
  • આ. બાળ મુકુંદે પ્રલયકાળમાં વટપત્ર પર શયન કર્યું.
  • ઇ. પ્રયાગ ખાતેના અક્ષય વડલા નીચે શ્રીરામ, લક્ષ્મણ અને સીતામાતાએ વિસામો લીધો હતો.
  • ઈ. બ્રહ્મા, શ્રીવિષ્‍ણુ, મહેશ, નૃસિંહ, નીલ અને માધવનું નિવાસસ્‍થાન વટવૃક્ષ છે.
  • ઉ. વડલો, પીપળો, ઉમરડો (ઔદુંબર) અને શમી (સમડો) પવિત્ર અને યજ્ઞવૃક્ષો તરીકે કહ્યા છે. આ વૃક્ષોમાંથી વટવૃક્ષનું આયુષ્‍ય વધારે છે અને વડવાઈઓથી તેનો વિસ્‍તાર પણ પુષ્‍કળ થાય છે.
  • ઊ. વડલાના ચીકમાં કપાસ વાટીને તેનું અંજન આંખોમાં આંજવાથી મોતીબિંદુ સાજો થાય છે.’
  • એ. અક્ષય એવા પ્રાણનો દર્શક હોવો : ‘વટસાવિત્રી પૂજા એટલે સાવિત્રીના પાતિવ્રત્‍યના સામર્થ્‍યની પૂજા’; તેથી આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. વટવૃક્ષ અક્ષય એવા પ્રાણનો દર્શક છે.’ – પરાત્‍પર ગુરુ પાંડે મહારાજ

૬. વટપૂર્ણિમાના વ્રતનું મહત્ત્વ
શિવરૂપી વડલાની પૂજા કરવી, અર્થાત્ તે વડલાના માધ્‍યમ દ્વારા શિવરૂપી પતિનું જ એક રીતે સ્‍મરણ કરીને, તેનું આયખું વધારીને તેના આયુષ્‍યના પ્રત્‍યેક કર્મને સાથ મળે, તે માટે ઈશ્‍વર પાસે કરુણામય ભાવથી પૂજા કરવી, એમ છે. જો કર્મને શિવનો સંગાથ હોય, તો શક્તિ અને શિવની સંયુક્ત ક્રિયાથી વ્‍યવહારમાંના કર્મો સાધના બનીને તેનો જીવને લાભ મળવામાં સહાયતા થાય છે; તેથી આ દિવસે વડલારૂપમાંના શિવજીનું સ્‍મરણ કરીને પતિને દીર્ઘાયુષ્‍ય મળે એ માટે પ્રાર્થના કરીને કર્મને શિવ-શક્તિનો સંગાથ આપીને બ્રહ્માંડમાંના શિવતત્ત્વનો યથાયોગ્‍ય લાભ કરી લેવાનો હોય છે.

૭. વટપૂર્ણિમા વ્રતના પૂજનમાં પાંચ જ ફળો અર્પણ કરવા પાછળનું શાસ્‍ત્ર
‘કોઈપણ પૂજાવિધિમાં પાંચ ફળો અર્પણ કરવાનું મહત્ત્વ છે. ફળો મધુર રસ સાથે, અર્થાત્ આપતત્ત્વ દર્શક હોવાથી પાંચ ફળોના સમુચ્‍ચય ભણી આકર્ષિત અને પ્રક્ષેપિત થનારી દેવતાઓની લહેરો ઓછા સમયગાળામાં જીવના કોષ સુધી ઝરી શકે છે. તેથી જીવને દેવતાની ચૈતન્‍ય લહેરોનો ઊંડાણ સુધી અને દીર્ઘકાળ લાભ મળવામાં સહાયતા થાય છે; કારણકે જીવનો દેહ પણ પૃથ્‍વી અને આપતત્ત્વયુક્ત છે.’

૮. વટપૂર્ણિમાનું વ્રત કરવાની પદ્ધતિ

  • અ. સંકલ્‍પ : પહેલા સૌભાગ્‍યવતી સ્‍ત્રીએ ‘મને અને મારા પતિને આરોગ્‍યસંપન્‍ન દીર્ઘાયુષ્‍ય પ્રાપ્‍ત થાય’, એવો સંકલ્‍પ કરવો.
  • આ. પૂજન : વડલાનું ષોડશોપચાર પૂજન કરવું. પૂજામાં અભિષેક થયા પછી વડલાને સૂત્રવેષ્‍ટન કરવું. અર્થાત્ વડલાના થડ ફરતે સુતર ઘડિયાળની કાંટાની દિશામાં ત્રણવાર વીંટવું. પૂજાના અંતમાં ‘અખંડ સૌભાગ્‍ય પ્રાપ્‍ત થાય, પ્રત્‍યેક જન્‍મમાં આ જ પતિ મળે, તેમજ ધનધાન્‍ય અને કુળનો વંશ વધે’, એવી સાવિત્રી સહિત બ્રહ્મદેવને પ્રાર્થના કરવામાં આવે છે.
  • ઇ. ઉપવાસ : સ્‍ત્રીઓએ સંપૂર્ણ દિવસ ઉપવાસ કરવો. (અંનિસના કાર્યકર્તાઓ ‘વટપૂર્ણિમા’ એટલે કેવળ ‘ગપગોળા’ એવો પ્રચાર કરે છે. રજેરજમાં દેવતાનું અસ્‍તિત્‍વ માનીને વૃક્ષદેવતાની પૂજા કરવા શીખવનારો મહાન હિંદુ ધર્મ ક્યાં, જ્‍યારે હિંદુ ધર્મને અસત્‍ય પુરવાર કરનારા એવા બુદ્ધિપ્રામાણ્‍યવાદીઓ, ધર્મદ્રોહીઓ અને સામ્‍યવાદીઓ ક્યાં !)

સંદર્ભ : સનાતન સંસ્‍થાનો ગ્રંથ ‘ધાર્મિક ઉત્‍સવ અને વ્રતો અને તેની પાછળનું શાસ્‍ત્ર
હજી સુધી આપણે વટપૂર્ણિમાનું સમજી લીધેલું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર ધર્મ દ્વારા સર્વસામાન્‍ય કાળ માટે પ્રતિપાદિત કર્યું છે. બધું જ અનુકૂળ હોય અને ધર્મ પ્રમાણે આચરણ કરી શકાય, તેને ‘સંપત્‍કાળ’ કહે છે. અહીં એક મહત્ત્વનું સૂત્ર એમ કે, હિંદુ ધર્મએ આપત્‍કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘આપદિ કર્તવ્‍યો ધર્મઃ ।’ અર્થાત્ આપદા સમયે આચરવાનો ધર્મ.

હજી પણ કોરોનાનો પ્રાદુર્ભાવ અનેક ઠેકાણે હોવાથી આ વર્ષે પણ કોરોનાની પાર્શ્‍વભૂમિ પર અનેક ઠેકાણે આ વ્રત હંમેશાંની જેમ ઊજવવામાં મર્યાદાઓ હોઈ શકે છે. આ કાળમાં જ વટપૂર્ણિમા આવતી હોવાથી સંપત્‍કાળમાં કહેવા પ્રમાણે કેટલીક ધાર્મિક કૃતિઓ આ સમયે કરી શકાશે નહીં. એ દૃષ્‍ટિએ આ લેખમાં વર્તમાન દૃષ્‍ટિએ ધર્માચરણ તરીકે શું કરી શકાય, તેનો વિચાર પણ કરવામાં આવ્‍યો છે. અહીં મહત્ત્વનું સૂત્ર એમ છે કે, હિંદુ ધર્મએ કયા સ્‍તર પર જઈને માનવીનો વિચાર કર્યો છે, એ શીખવા મળે છે. આમાંથી હિંદુ ધર્મનું એકમેવાદ્વિતીયત્‍વ રેખાંકિત થાય છે.

કોરોનાના પ્રાદુર્ભાવને કારણે વર્તમાનમાં આપણે વધારે કાંઈ ઘરની બહાર નીકળી ન શકતા હોવાથી તે અનુષંગથી આપદ્ધર્મના ભાગ તરીકે આગળ જણાવેલી કૃતિઓ કરી શકાય છે :

આપત્‍કાળમાં વટપૂર્ણિમા (વડલાના વૃક્ષની પૂજા) !
24 જૂનના દિવસે વટપૂર્ણિમા છે. ભારતમાં કેટલાક ઠેકાણે કોરોનાને કારણે રહેલા સ્‍થાનિક નિર્બંધ જોતાં, સ્‍ત્રીઓ વડલાના ઝાડ પાસે ભેગી થઈને વટવૃક્ષની પૂજા કરવી સંભવ થશે નહીં. તેથી કેટલીક સ્‍ત્રીઓ વડલાની ડાળી ઘરમાં લાવીને તેનું પૂજન કરે છે; પણ એ સર્વથૈવ અયોગ્‍ય છે અને વૃક્ષપૂજનનો મૂળ ઉદ્દેશ જ લોપ પામે છે. સૌભાગ્‍ય સ્‍ત્રીએ ઘરની બહાર ગયા સિવાય ઘરમાં જ આગળ જણાવ્‍યા પ્રમાણે પૂજન કરવું :

  1. પાટલો અને બાજઠને પ્રદક્ષિણા કરી શકાય, એ રીતે પાટલો કે બાજઠ પૂર્વ-પશ્‍ચિમ રાખવો.
  2. પાટલા કે બાજઠ પર ગંધથી વટવૃક્ષનું ચિત્ર દોરવું.
  3. આપણે પ્રત્‍યક્ષ વડલા નીચે બેઠા છીએ, એવો ભાવ રાખીને વિધિવત પૂજન કરવું.
  4. આપણે પ્રત્‍યક્ષ વડલાની જ પ્રદક્ષિણા ફરી રહ્યા છીએ, એવો ભાવ રાખીને પાટલાને પ્રદક્ષિણા ફરતા ફરતા સુતર બાંધવું (વેષ્‍ટન કરવું, દોરો વીંટવો.) અને પતિને દીર્ઘાયુષ્‍ય મળે, એ માટે પ્રાર્થના કરવી.
  5. શહેરમાં ‘ફ્‍લેટ’માં રહેનારી વ્‍યક્તિઓએ ઘરમાં પૂરતી જગ્‍યા ઉપલબ્‍ધ ન હોય તો પૂજન થયા પછી પ્રાર્થના કરીને પાટલો બાજુ પર મૂકી દઈએ, તો પણ ચાલે.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!