­­­સાયબરપીસ ફાઉન્ડેશન અને વ્હોટ્સએપે વિદ્યાર્થીઓ માટે સાયબર એથિક્સ અને ઓનલાઇન સેફ્ટી પ્રોગ્રામનો બીજો તબક્કો રજૂ કર્યો 

­­­સાયબરપીસ ફાઉન્ડેશન અને વ્હોટ્સએપે વિદ્યાર્થીઓ માટે સાયબર એથિક્સ અને ઓનલાઇન સેફ્ટી પ્રોગ્રામનો બીજો તબક્કો રજૂ કર્યો 
Spread the love

પ્રથમ તબક્કાની સફળતા બાદ સાયબરપીસ ફાઉડેશન અને વ્હોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓ માટે તેના ‘સાયબર એથિક્સ અને ઓનલાઇન સેફ્ટી પ્રોગ્રામ’ના બીજા તબક્કાને લોન્ચ કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ આસામ, રાજસ્થાન અને ગુજરાત સુધી લંબાવવામાં આવશે અને સાયબર સેફ્ટી (સુરક્ષા) અને ઓનલાઇન સેફ્ટી સંબંધિત અગત્યના મુદ્દાઓ પર 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે.

યુનિસેફ અને રાજ્ય પોલીસ સત્તા સાથે પરામર્શમાં લોન્ચ કરાયેલ આ કાર્યક્રમ શિક્ષકો, માતાપિતા અને વિદ્યાર્થીઓને સહ-સર્જિત અભ્યાસક્રમનો ઉપયોગ કરીને તાલીમ આપશે અને તેમને બાળકો માટે ઓનલાઇન સેફ્ટી વધારવા માટેના સુચનો અને યુક્તિઓથી સજ્જ કરવામાં આવશે.  આ તાલીમ સત્રોના અંતમા ભાગ લેનારાઓ એક “સાયબરપીસ ક્લબ”નું સર્જન કરશે જેથી આ જ્ઞાનને વધુ સંસ્થાગત બનાવી શકાય અને માર્ગદર્શનના ભડારની વ્યવસ્થાનુ સર્જન કરી શકાય જેથી અન્ય વિદ્યાર્થીઓ ઓનલાઇન સુરક્ષા વધારવા માટે તેનો સંદર્ભ લઇ શકે.

વ્હોટ્સએપ ઇન્ડિયાના પબ્લિક પોલિસીના ડિરેક્ટર શિવનાથ ઠુક્રાલે જણાવ્યું હતું કે – “સાયબરપીસ ફાઉન્ડેશન સાથે અમારી ભાગીદારીના પ્રથમ તબક્કાનો પ્રતિભાવ ઓનલાઇન સુરક્ષાના મુદ્દાની અગત્યતાની આસપાસ સર્જેલી પુષ્કળ અસર સાથે પ્રોતસ્હાક રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં, ખાસ કરીને રોગચાળા દરમિયાન લોકોએ મોટા ભાગના લોકોએ વિતાવેલા ઓનલાઇન સમયમાં ભારે વધારો થયો હતો. કન્ઝ્યુમર-ટેક ક્ષેત્ર અગ્રણી મેસેજિંગ સર્વિસ તરીકે, અમે માનીએ છે કે ડિજીટલ સિટીઝનશિપમાં અગાઉ કરતા વિજેતા બનવાનું વધુ અગત્યનુ છે અને અમે ઓનલાઇન સુરક્ષા અને સાયબર સિક્યુરિટી વિશેની સતર્કતાને આગળ વધારવામાં પ્રામાણિકપણે પ્રયત્નો કર્યા છે.

વ્હોટ્સએપ ખાતે યૂઝર્સની ગોપનીયતા અને સુરક્ષા અમારા માટે ભારે અગત્યની છે. વ્હોટ્સએપ મોકલનાર અને મેળવનારની વચ્ચેના સંદેશાઓના કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ ટેકનોલોજીના આધારેની તેની સર્વિસ કારણે જોઇ શકતુ નહી હોવાના કારણે, અમે ઉદ્યોગ નિષ્ણાતો, સરકારના શિક્ષણક્ષેત્ર અને નોંધપાત્ર સહયોગીઓ જેમ કે સાયબરપીસ ફાઉન્ડેશન સાથે યૂઝર્સને ઓનલાઇન સુરક્ષિત રાખવા માટે વધુ સતર્કતા અને શિક્ષણને વેગ આપવા ગાઢ રીતે કામ કરવાનું સતત રાખ્યુ છે. કાર્યક્રમનો બીજો તબક્કો લોકોમાં મોટા પાયે સાયબર સુરક્ષા વિશે સતર્કતા ઊભી કરવામાં અસરકારક રહેશે તેમ અમે માનીએ છીએ.”

 

Right Click Disabled!