વંથલીના ટીનમસ ગામેથી ૧૭ વર્ષની કિશોરી ગુમ
જૂનાગઢ : વંથલી તાલુકાના ટીનમસ ગામે રહેતી ૧૭ વર્ષની કિશોરી તા.૨૬/૬/૨૦૨૧ના રોજ ૬ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫.૫ ફુટ, બાંધો મધ્યમ અને રંગ ઘઉવર્ણ છે. કિશોરીના મોઢા ઉપર ડાબી બાજુએ તલ છે. તેમણે બ્લુ કલરનું ફ્રોક અને સફેદ કલરનું ડીઝાઇન વાળુ સલવાર પહેર્યુ છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વંથલી પોલીસે જણાવ્યું છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ