અમરેલી ડેરી સાયન્સ કોલેજ ખાતે હોસ્ટેલનો ભૂમિપુજન કાર્યક્રમ સંપન્ન

અમરેલી ડેરી સાયન્સ કોલેજ ખાતે હોસ્ટેલનો ભૂમિપુજન કાર્યક્રમ સંપન્ન
Spread the love

અમરેલી ડેરી સાયન્સ કોલેજ ખાતે હોસ્ટેલનો ભૂમિપુજન કાર્યક્રમ સંપન્ન

અમરેલીના શેડુભાર નજીક આવેલી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર સાથે સંકળાયેલી ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે ભારત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના પશુપાલન અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી રહેલ આધુનિક સગવડો ધરાવતી હોસ્ટેલ ભવનોનો ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થયો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓ લાંબા સમય સુધી આ વિસ્તારને મળતો રહે એ દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કૃષિ અને પશુપાલનને લગતી વિવિધ કોલેજો કામધેનુ યુનિવર્સિટી સાથે જોડાઈ એ આનંદનો વિષય છે. આ ઉપરાંત હોસ્ટેલનું કામ તાત્કાલિક અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

કામધેનુ યુનિર્વસિટી અંગે વાત કરતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ઉદ્દેશ્ય સાથે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી છે એ ઉદ્દેશ્ય સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતું. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમોના લીધે ગ્રામ્ય રોજગારી તેમજ ગ્રામ્ય આર્થિક અર્થતંત્ર મજબૂત બને એ દિશામાં પ્રયત્નો કરવા અત્યંત જરૂરી જણાય છે માટે કૃષિ યુનિવર્સિટીનું કેમ્પસ, ડેરી સાયન્સ જેવા અભ્યાસક્રમો, મત્સ્યોદ્યોગ જેવા વિષયો ઉપર વિસ્તારમાં ચર્ચા કરી હતી.

ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ હોસ્ટેલના ભૂમિપુજન પ્રસંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં બહારગામના વિદ્યાર્થીઓને હોસ્ટલની સુવિધા થવાથી ઘણો લાભ મળશે અને ખર્ચ અને સમયનો વ્યય થતો પણ અટકશે.

આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે અમરેલીથી ફક્ત થોડા જ અંતરે આવેલી ડેરી સાયન્સ કોલેજ અદ્યતન સુવિધાઓ ધરાવે છે. લગભગ ૪૫ જેટલા ઓરડાઓ ધરાવતી આ કોલેજ અમરેલીના તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

આ તકે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કેલાવાલા, શ્રી કેલાવાલાના ધર્મપત્ની શ્રીમતી હેમાક્ષીબેન કેલાવાલા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, ડો. ડી. બી. પાટીલ, ડો. વાટલીયા, ડેરી સાયન્સ કોલેજના ડીન અને પ્રિન્સીપાલ શ્રી રામાણી અને ડો. ભાવિક પટેલ તથા મહાવિદ્યાલયના અધિકારી કર્મચારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ જોડાયા હતા.

IMG-20210702-WA0020-1140x620.jpg

Advertisement
Right Click Disabled!