કરાઓ કે સુપરસ્ટાર સીઝન-1 માટે યોજાઈ સેમી ફાયનલ

કરાઓ કે સુપરસ્ટાર સીઝન-1 માટે યોજાઈ સેમી ફાયનલ
Spread the love

કરાઓકે સિંગર ને પ્રોત્સાહન આપવા માટે અને તેમની ગાયક કલાકાર તરીકે ની પ્રતિભા ને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થઈને “ગુજરાત કરાઓકે એશોશીએશન” દ્વારા “કરાઓકે સુપરસ્ટાર સીઝન -૧” સ્પર્ધા યોજવા માં આવી છે. “ગુજરાત કરાઓકે એશોશીએશન” ના પ્રમુખ અને ગુજરાતના જાણીતા ફિલ્મ મેકર  શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, માત્ર ને માત્ર કલાકારોને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે યોજવામાં આવેલ આ સ્પર્ધા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફિ કે રજિસ્ટ્રેશન ફિ રાખવામાં આવેલ નથી.

“ગુજરાત કરાઓકે એશોશીએશન”, પ્રજા ઇવેન્ટસ, સુરપંચમ સ્ટુડિયો અને મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા યોજવામાં આવેલ આ સ્પર્ધામાં ૫૩૮ થી વધુ સિંગરોએ ભાગ લીધેલ છે. જેમાં છેક અબુધાબી થી લઇ મહારાષ્ટ્ર અને સુરત, જામનગર, સોમનાથ સહિત ખૂણે ખૂણે થી કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે તે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. શ્રી પ્રજા એ એમ પણ ઉમેર્યું હતું કે, અલગ અલગ વયના ખૂબ જ ઉમદા ગાયક કલાકારોની જોરદાર ટક્કર પછી ગઇકાલે તા.૪ જુલાઈ ના રવિવારના રોજ ગુજરાતના પ્રખ્યાત સ્ટુડિયો સુરપંચમ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન -૧” સ્પર્ધા સેમિફાયનલ યોજવામાં આવેલ હતી. આ સેમી ફાઇનલ માં  કુલ ૩૬ જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો જેમાંથી ૧૨ સિંગર મિત્રોને ફાયનલ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કરાઓકે સિંગર માટેની આ સ્પર્ધાને જાણીતા આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર શ્રી બંકિંમ પાઠક જી, વોઇસ ઓફ મુકેશ શ્રી મુખ્તાર શાહ જી સહિત નામાંકીત અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવી છે. આ ઉપરાંત સેમિફાયનલ માં જાણીતા ગાયિકા શ્રી પાયલ વૈદ્ય એ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ આપી સમગ્ર સ્પર્ધાને અને સ્પર્ધક કલાકારોના પ્રયત્નને બિરદાવ્યા હતા. આ સમગ્ર સ્પર્ધામાં સિંગરોની કલા ને કસોટીની એરણ ઉપર ચકાસી તેમને નક્કી કરવાની કપરી અને સચોટ ભૂમિકા માટે નિર્ણાયક તરીકે ગુજરાતના ગીત અને સંગીત ના નામી હસ્તીઓ શ્રી. નિકિતા શાહ જી, શ્રી સુદિપ મુખર્જી જી, શ્રી યોગેન પારેખ જી તથા શ્રી દેવાંગી બ્રહ્મભટ્ટ જી, શ્રી નૌશાદ લાઈટવાલા જી, શ્રી ઇરફાન દિવાન જી એ સેવાઓ આપી હતી.

શ્રી પ્રજા એ સેમિફાયનલ ના વિજેતાઓને વધુ ખુશખબર આપતા જણાવ્યું હતું કે, “કરાઓકે સુપરસ્ટાર” ના સ્પર્ધકો ની ગાયકી ની અદભૂત પ્રસ્તુતિથી ગુજરાતના જાણીતા ફિલ્મ સંગીતકાર ખૂબ અચંબિત અને આનંદિત થયેલ છે અને આ સ્પર્ધામાં ફાયનલ માં વિજેતા થયેલ સિંગર મિત્રોને તેમના આગામી પ્રોજેક્ટ માં સિંગર તરીકે તક આપવાની પણ જાહેરાત કરી હતી. આ જ પ્રકારે ગુજરાતી ફિલ્મોના સુભાષ ધાઈ તરીકે નું બિરુદ ધરાવતા શ્રી શૈલેષ શાહ (પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ) દ્વારા પણ વિજેતા કલાકારોને પોતાના આગામી ફિલ્મ તથા મ્યુઝિક આલ્બમ માં તક આપવાની જાહેરાત કરી હતી.

સુરપંચમ સ્ટુડિયોના શ્રી યોગેન પારેખ તથા મિલેનિયમ ઇવેન્ટ ના શ્રી નીરજ ગજ્જરે જણાવ્યું હતું કે આગામી તા.૧૧ જુલાઈના રોજ યોજાનાર  ફાયનલ માં પ્રવેશેલ ગાયક મિત્રો તેમનું પરફોર્મન્સ વધુ સારું આપી શકે તે માટે આગામી શુક્રવાર તથા શનિવારે કોઈપણ ચાર્જ લીધા વગર ખાસ ટ્રેનિંગ સેશન પણ રાખેલ છે.
ગુજરાતના તમામ સિંગર મિત્રો, આયોજકો અને સંગીત પ્રેમીઓની નજર હવે આગામી ફાયનલ ઉપર મંડાઈ છે અને કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

Right Click Disabled!