કડીના દેઉસણા ગામના સરપંચના ઘરમાં તસ્કરો ત્રાટક્યા : 1 લાખ 72 હજાર વધુના મુદ્દામાલની ચોરી

કડીના દેઉસણા ગામના સરપંચના ઘરમાં તસ્કરો ત્રાટક્યા : 1 લાખ 72 હજાર વધુના મુદ્દામાલની ચોરી
Spread the love

કડી તાલુકા માં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે કડી માં લૂંટ,ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ચુકી છે શહેરી વિસ્તારોમાં તો ઠીક પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરો બેફામ બન્યા છે જ્યારે કડી ના એક ગામ ના સરપંચ ના ઘરમાં જ ચોરો ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. કડી તાલુકા ના દેવુસણા ગામ ના સરપંચ ના ઘર માં ચોરી થયા ની ઘટના સામે આવી છે જેમાં સરપંચ સાંજે જમી ને પોતાના વાડા માં ઢોર ચાકર ને બાંધવા માટે વાળા માં ગયા હતા ત્યારે પોતાના દીકરા ના મકાન માં તાળું મારેલું જોયું હતું જ્યારે વહેલી સવારે ઉઠી ને સરપંચ પોતાના ઘરે જઈ રહ્યા જતા ત્યારે તેમના ભાઈએ આવી ને કહેલ કે તમારા દીકરા ના ઘર નો દરવાજો ખુલો છે.

જેથી સરપંચ પોતાના દીકરા ના ઘરે જઈ તપાસ કરતા મકાન ના દરવાજા નો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો અને ઘર માં તપાસ કરતા જાણવા મળેલ કે લોકર ના કબાટ માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મુકેલી હતી જેમાં દોઢ તોલા ની સોનાની ચેન જેની કિંમત 45,000, સોનાની બુટી જુમર, જેની કિંમત 45,000, તેમજ અન્ય સોના ચાંદી ના દાગીના એક એક 32 ઇંચ નું LED tv અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1 લાખ 72 હજાર ના મુદ્દામાલ ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તેમજ ઘર માં બધો સામાન પણ વેરવિખર કરી નાખ્યો હતો જેથી સમગ્ર ઘટના મામલે કડી પોલીસ સ્ટેશન માં ચોરી અંગે ની ફરિયાદ નોંધવામાં આવી હતી.

IMG-20210705-WA0017.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!