અમેરીકન ડોલર આપવાની લાલચ આપી અપહરણ કરતી ટોળકીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર C ડિવીઝન

અમેરીકન ડોલર આપવાની લાલચ આપી અપહરણ કરતી ટોળકીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર C ડિવીઝન
Spread the love

ભરૂચ: પોલીસ સ્ટેશન ગત તા.૦૩/૦૭/૨૦૧૧ નાં રોજ ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે ૪૮ પર કેટલાક ઈસમોએ ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીને બોલાવી ઓછા ભાવે ડોલર આપવાનું કહી લલચાવી ફરીયાદીને આઇ.ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડી માં બેસાડી અપહરણ કરી ફરીયાદી પાસેથી ૧,૭૧,૦૦૦/- રૂપિયા પડાવી લઈ બદલામાં ફરીયાદીને અમેરીકન ડોલર નહીં આપી હાઇવે પર ગાડીમાંથી ઉતારી દઈ છેતરપિંડી કરી નાસી જઈ ગુનો કર્યો જે બાબતે ફરીયાદી ઉમેશ ભવાનભાઈ કલસરીયા (આહીર) હાલ રહે, મ.નં. ૨૪૨૫ મોતીનગર વિભાગ -૦૧, રંગઅવધુત સોસાયટીની પાછળ લંબે હનુમાન રોડ સુરત શહેર. જી સુરત. મુળ રહે, તલગાજરડા ગામ તા- મહુવા જી ભાવનગરનાએ અત્રેના ભરૂચ શહેર “સી” – ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ગુના નંબર ૧૧૧૯૯૦ ૧૨૧૦૯૬૬/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૨૦, ૩૬૫, ૧૨૦ ( બી ) મુજબનો ગુનો અત્રેના પો.સ્ટે.મા રજીસ્ટર કરવામાં આવેલ.

જે અનુસંધાને ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સદરહુ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ગુનો ડીટેકટ કરવાં તથા આરોપીઓની શોધખોળ કરવાં સુચના આપવામાં આવેલ. જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ‘સી’ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા નેશનલ હાઈવે પર ઝાડેશ્વર ચોકડી ખાતે લગાડેલ રાજ્ય સરકારનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ VISWAS (Video integration & State Wide Advance Security) પ્રોજેકટના સીસીટીવી કેમેરાની મદદથી હ્યુડાંઈ i20 કારના નંબર મેળવી ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મળેલા પોકેટ-કોપ મોબાઈલમાં સર્ચ કરતા તેમાં મળેલા નામ સરનામાં વાળા ઈસમની સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવતા સર્વેલન્સ સ્ટાફનાં હે.કો.સુનીલભાઈ શાંતીલાલ તથા પો.કો.રાજદિપસિંહ વિરમદેવસિંહ નાઓને સદરહુ વાહન માલીક તથા અન્ય ત્રણ ઈસમોએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યાનું જાણવાં મળેલ.

દરમ્યાન ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ દ્વારા આરોપીઓના લોકેશન અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની હકીકત જાણવાં મળતાં આણંદ પોલીસની મદદ મેળવી આણંદ પોલીસ દ્વારા હ્યુડાંઈ i20 ગાડી તથા ફરીયાદી નાં રોકડા રૂપિયા ૧,૭૧,૦૦૦/- તથા ચાર ઈસમોને પકડી પાડવામાં આવેલ છે. હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે, અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા છે. પકડાયેલ આરોપીઓનાં નામ: (૧) વિનુભાઈ ઉર્ફે હિમંતભાઈ ભવાનભાઈ ગોહીલ રહે. શોખવા ગામ તા.મહુવા જી.ભાવનગર. (૨) વાલજીભાઈ ધનાભાઈ મકવાણા રહે. પાળીયાદ ગામ, ચામુડા નગર, પશુ દવાખાનાની પાસે, તા.જી.બોટાદ. (૩) હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજુભાઈ મકવાણા રહે. અમરાપર ગામ, મસ્જિદ વાળી શેરી હરીજન વાસ તા.ટંકારા જી.મોરબી. (૪) અખ્તર કરીમભાઈ રતનીયા રહે. નવા અમરાપર, મેઈન રોડ, તા.ટંકારા જી.મોરબી

આરોપીઓનો ગુનાહીત ભુતકાળ: (૧) હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજુભાઈ મકવાણા વિરુદ્ધમાં દાખલ થયેલ ગુના (1) ટંકારા પોલીસ સ્ટેશન જી.મોરબી ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૬૨૦૦૭૭૭/૨૦ ઈ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ આરોપીઓની ગુનો કરવાની રીત: ઉપરોકત આરોપીઓ એક બીજાનાં મેળા પીપળા નીચે લોકોને સસ્તા અમેરીકન ડોલરની લાલચ આપી, લલચાવી બોલાવી ગાડીમાં બેસાડી અપહરણ કરી તેમની પાસે રહેલ પૈસા પડાવી લઈને હાઇવે ઉપર નિર્જન સ્થળે ધક્કો મારી ઉતારી દઈને ગુનાને અંજામ આપતાં હતા. આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ (૧) હ્યુંડાઈ i20 ગાડી RTO રજીસ્ટ્રેશન નંબર GJ – 36 – 4838 કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- (૨) રોકડા રૂપિયા ૧,૭૧,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૦૫ કિં.રૂ.૧૭,૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ: પો.ઈન્સ્પેક્ટર શ્રી ડી.પી. ઉનડકટ તથા હે.કો. સુનીલભાઈ શાંતિલાલ તથા હે.કો. વિજયસિંહ મનુભા તથા પો.કો. રાજદિપસિંહ વિરમદેવસિંહ તથા પો.કો. હરપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કો. વિજયભાઈ છેલાભાઈ તથા પો.કો. દિવાનસંગ બળવતસંગ તથા પો.કો. કિર્તીકુમાર ભાગર્વકુમાર તથા પો.કો. મનોજભાઈ ભીમાભાઈ નાઓના ટીમ વર્કથી કામગીરી કરવામાં આવેલ છે. પો.સબ ઈન્સ્પેક્ટર પી.કે. સોઢા તથા વાસદ પોલીસ સ્ટેશન જીલ્લો-આણંદ નાં પોલીસ કર્મચારીઓ.

રિપોર્ટ : મનિષ કંસારા

IMG-20210706-WA0140.jpg

Admin

Manish Kansara

9909969099
Right Click Disabled!