થરાદ તાલુકાના વજેગઢ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રક્તદાન મહાદાન નાં સુત્ર થી આજે થરાદ તાલુકાના વજેગઢ ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ વજેગઢ શાળામાં કાનજીભાઇ ના માધ્યમ થી એક બ્લડ કેમ્પ નું સુંદર આયોજન કરવામા આવ્યુ, જેમાં કાનજીભાઇ મંત્રી, નવિનભાઇ ઠાકોર,પ્રદિપભાઇ પટેલ,બળદેવભાઇ જોશી અને અન્ય મિત્રો ની મદદ મળી, આ પ્રસંગે જે.બી.ચૌધરી સાહેબ શ્રી ( પી.આઇ થરાદ ), શૈલેશભાઇ પટેલ સાહેબ ( બનાસ ડેરી ડિરેક્ટર થરાદ ), ભેમજીભાઇ સાહેબ ( સેક્રેટરી શ્રી મારકેટ યાર્ડ થરાદ) અને ગ્રામજનો, મિત્રો ઉપસ્થિત રહ્યા, હરહંમેશ મને મદદ કરવા બદલ આભાર ભાઈ , આજે મારાં સાથી મિત્ર જેતસીભાઇ, ડી.ડી,નાનજીભાઈ, ભરતભાઇ, વિક્રમભાઇ ડોનેટ કર્યુ, સેવાભાવી ને ઉત્સાહિત યુવાન જેતસીભાઇ ( ઝલક સ્ટુડીયો થરાદ ) બધી તસ્વીરો કેમેરામાં કંડારી એ બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો.
બહેનો, શિક્ષકો, ગ્રામજનો, મિત્રો સાથે મળી ડોનેટ કરી , આ કેમ્પ ને સફળ બનાવ્યો, એક મુઠી જેટલા નાના ગામ માથી 55 બોટલ બ્લડ આવ્યું, ખરેખર વંદન અને અભિનંદન ઉત્સાહિત ડોનર અનેઆયોજન કરતાં મિત્રો ને… સાહેબ શ્રી કરશનભાઇ અને સ્ટાફગણ, લાધાભાઇ, કિરણભાઇ, ખેતશીભાઇ, વિમળાબેન, ઈશ્વરભાઇ નો આભાર, ખાસ કરીને ખુબ મહેનત કરે ને પ્રેમ થી વર્તન કરે, એવો સ્ટાફ આદર્શ બલ્ડ બેક થરાદ ને મળ્યો છે, ખુબ આનંદ ની વાત છે.તેમજ નવિનભાઇ સાહેબ આચાર્ય શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. આ રક્તદાન કેમ્પ માં સર્વે સમાજના યુવાનો દ્વારા 55 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, આ સર્વે સમાજનાં રક્તદાન કેમ્પ, ઝુંબેશ ને સફળ બનાવવા બદલ સર્વે રક્તદાતાશ્રીઓ તેમજ વજેગઢ ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)